Gujarat

રાજપરા, નાવરા, શિનોર અને સિસોદ્રાના ભાવિકો નર્મદા પરિક્રમામાં જોડાયા

કારતક સ્વામી મંદિરના સ્વામીજી ક્રિષ્નાનંદ સ્વામીએ દર વર્ષની જેમ આ વર્ષે પણ પંચકોશી નર્મદા પરિક્રમાનું આયોજન કર્યું હતું.

તેમાં રાજપરા, નાવરા, શિનોર અને સિસોદ્રા સહિતના વિસ્તારોના ભાવિકો જોડાયા હતા.પરિક્રમા દરમિયાન ભાવિકોએ નર્મદા મૈયાની પરિક્રમા કરી હતી. તેમણે નર્મદા મૈયાનાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.

આ પ્રસંગે ‘નર્મદે હર’ના નાદ ગુંજ્યા હતા.