Gujarat

સોમનાથના મેળામાં નશામુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

ગીર સોમનાથના સોમનાથ કાર્તિક પૂર્ણિમાના મેળામાં નશામુક્ત જીવન અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો. કર્તવ્ય એક વિચારધારા ગ્રુપે ગીર સોમનાથ પોલીસ વિભાગ અને સોમનાથ ટ્રસ્ટના સહયોગથી સ્ટોલ લગાવ્યો હતો.

મેળામાં આવતા સેલાણીઓને નશા મુક્તિ જાગૃતિ અભિયાનના પેમ્પલેટ થી જાગૃત કરવા જિલ્લા પોલીસ વિભાગના મુખ્ય અધિકારીઓ ડીવાયએસપી તેમજ સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ અને કર્તવ્ય એક વિચારધારા ના સ્વયંસેવકો જોડાયા હતા

‘દેશના યુવાઓને નશામુક્ત કરીએ’ થીમ સાથે યોજાયેલા કાર્યક્રમમાં ડ્રગ્સ સહિતના નશીલા પદાર્થોના સેવનથી થતા નુકસાન અને તેમાંથી બહાર આવવાના ઉપાયો વિશે પેમ્ફલેટ વહેંચવામાં આવ્યા હતા.

ગ્રુપનો હેતુ નશાની લતથી વ્યક્તિની સાથે તેના પરિવારને થતું નુકસાન સમજાવવાનો અને સમાજમાં નશાખોરી અટકાવવાનો છે. ગ્રુપ છેલ્લા ઘણા વર્ષથી વેરાવળ અને આસપાસના વિસ્તારોમાં સામાજિક સેવા સાથે જોડાયેલું છે.

ગુજરાત સરકારની નશામુક્ત ગુજરાત ઝુંબેશને સમર્થન આપવા આ પહેલ શરૂ કરાઈ છે. ગ્રુપે જણાવ્યું કે પરિવારમાં કોઈને નશાની લત હોય તો તેને તેમાંથી બહાર આવવા પ્રેરિત કરવામાં આવશે. જરૂર પડે તો કાઉન્સેલિંગમાં પણ મદદ કરાશે.