Gujarat

વેરાવળમાં ગુરુનાનક જયંતિ પૂર્વે નગરકિર્તન

વેરાવળમાં ગુરુનાનક દેવના 557માં ગુરુપ્રકાશ ઉત્સવના ભાગરૂપે 15 દિવસ પૂર્વેથી ગુરુનાનક કીર્તન મંડળી દ્વારા સતત 15 દિવસ સુધી પ્રભાતફેરી, કીર્તન, લંગર પ્રસાદ સહિતના કાર્યક્રમોનું છેલ્લા 26 વર્ષથી આયોજન કરવામાં આવે છે.જેના ભાગ રૂપે રવિવારે સતત 27માં વર્ષે નગર ર્કિર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તકે ગુરુનાનક ચોકથી લીલાશાહ બાગ સુધી ગુરુગ્રંથ સાહેબ સાથે નગરકિર્તનનું આયોજન કરાયું હતું.નગરકિર્તનમાં બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો જોડાયા ગયા.આ ઉપરાંત બાળકો માટે વિવિધ સ્પર્ધાઓ અને બહેનો માટે આરતી સ્પર્ધા તેમજ સમૂહ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુરુનાનક કીર્તન મંડળીના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

આવતીકાલે ગુરુનાનક જયંતીની પણ ભવ્ય ઉજવણી કરવામાં આવશે વહેલી સવારે 5:30 કલાકે ગુરૂ ગોવિંદસિંઘ ગુરૂદ્વારાથી સ્વામી શાંતિ પ્રકાશ હોલ સુધી પ્રભાત ફેરી, કીર્તન સમાગમ,જનરલ નોલેજ અને હેલ્દી બેબી કોમ્પોટિશન તેમજ વડીલોનો સન્માન સમારોહ યોજાશે.