દશામોઢ વણિક જ્ઞાતિ પંચ સંચાલિત દશામોઢ વણિક મહિલા મંડળ, કાલોલની સ્થાપનાને એક વર્ષ પૂરું થતાં કામધેનુ ગૌશાળામાં ૫૬ ભોગ અન્નકૂટ અને ગાય પૂજન યોજાયું હતું. ગૌશાળા વેરાઈ માતા મંદિર પાસે, ઝાંપા બજાર, કાલોલમાં આવેલી છે.
કાર્યક્રમમાં જ્ઞાતિની બહેનોએ પાઠ કર્યા હતા. ગાયો માટે ૫૬ ભોગ અન્નકૂટના દર્શન પણ યોજાયા હતા. પાઠના મનોરથી કામિનીબેન મીનેશકુમાર શેઠ અને મિનલબેન મયુરકુમાર શાહ હતાં. ગૌશાળાના ટ્રસ્ટી સતિષભાઈ શાહે વ્યવસ્થા અને આયોજન કર્યું હતું.

જ્ઞાતિના સભ્યો પરિવાર સાથે કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. અંતે મહિલા મંડળનાં પ્રમુખ યોગીતાબેન શાહે આયોજનમાં સહયોગ બદલ ગૌશાળાના ટ્રસ્ટીઓ, મનોરથી પરિવારો, કારોબારી સભ્યો અને ઉપસ્થિત જ્ઞાતિજનોનો આભાર માન્યો હતો.

