Gujarat

બોડેલી તાલુકાના ઢેબરપુરા ગામના ખેતરમાં દાટેલી હાલતમાં લાશ મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી

બોડેલી તાલુકામાં ચકચાર મચાવતો કિસ્સો સામે આવ્યો છે બોડેલી તાલુકાના ઢેબરપુરા ગામે રહેતી પરિણીત યુવતી ની લાશ દાટેલી હાલતમાં ખેતર માંથી મળતા સમગ્ર વિસ્તારમાં આ ઘટનાને લઇને ચકચાર મચી જવા પામી હતી
મળતી માહિતી મુજબ બોડેલી તાલુકાના ઢેબરપુરા ગામે કપાસના ખેતરમાં એક યુવક પોતાના કામ અર્થે આવ્યો હોય ખેતરમાં ચપ્પલ અને કંકાલ જેવું કંઈક દેખાતા એ વ્યક્તિએ પોલીસને જાણ કરતા બોડેલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ખોદકામ કરતાં યુવતીની લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી બોડેલી પીએસઆઇ છોટાઉદેપુર જીલ્લા ડીવાયએસપી એફ.એસ.એલ.ની ટીમ જિલ્લા એલસીબી સહિત બોડેલી પોલીસ  ઘટનાસ્થળે પોહચી હતી અને  બોડેલી મામલતદાર એ પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી
માહિતી મળ્યા મુજબ ઢેબરપુરા ગામની યુવતી ૨૦ દિવસથી ગુમ થયેલ હોય જે યુવતી ના લગન  કારવન ગામમાં થયા હોય આ યુવતી ની લાશ હોવાની જાણવા મળ્યું છે જોકે પોલીસે સમગ્ર ઘટનાની તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
રેપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20211231-145209_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *