Gujarat

છોટાઉદેપુર જિલ્લામાં કોરોના તથા ઓમિક્રોનના સંક્રમણને નાથવા તંત્ર એલર્ટ સમગ્ર વિશ્વમાં કોરોના કોવિડ19 જેવા જીવલેણ વાયરસે ફરી માથું ઊંચક્યું છે. જેમાં ભારત દેશ અને ગુજરાત રાજયમાં પણ ઘણા કેસો નોંધાઈ ચુક્યા છે. અને ઘણા મોતને પણ ભેટ્યા છે. હવે બીજો વેરિયન્ટ ઓમિક્રોન ને પણ પગ પેસારો કરી લીધો છે. પરંતુ છોટાઉદેપુર જિલ્લો હાલ કોરોના અને ઓમીક્રોન ના સંક્રમણથી મુક્ત છે. જે જિલ્લાના જનતા માટે ભારે રાહતના સમાચાર છે. છોટાઉદેપુર જિલ્લાનું આરોગ્ય તંત્ર કોરોનાની ત્રીજી લહેરમાં જીવલેણ વાયરસ સામે ઝઝૂમવા પહેલેથી સજ્જ થઈ ગયુ છે. અને પૂર્વ તૈયારીઓ આરંભી દીધી છે. જિલ્લા આરોગ્ય અધિકારી મહેશભાઈ ચૌધરીના જણાવ્યા મુજબ છોટાઉદેપુર જિલ્લામાં 34 જેટલી સરકારી તથા ખાનગી હોસ્પિટલોમાં વેલન્ટીલેટર બેડ 85, 137 સાદા આઈ સી યુ બેડ, ઓક્સિજન 372 બેડ, ઓક્સિજન વગર 798 બેડની સુવિધાઓથી જિલ્લો સજ્જ છે. હાલમાં જિલ્લામાં દરેક પીએચ સી તથા સી એચ સી કેન્દ્રો ઉપર કોરોના તપાસ અર્થે સરેરાશ 1200 જેટલા એન્ટીજન અને આર ટી પી સી આર ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. અને રોજ 2500 જેટલી વ્યક્તિઓને કોરોના વિરોધી રસી આપવામાં આવી રહી છે. નવી લહેરમાં નવા અત્યાર સુધી કોરોના કે ઓમીક્રોનના પોઝિટિવ કેસ ન આવતા તંત્રમાં ભારે રાહત ફેલાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર તંત્ર દ્વારા છોટાઉદેપુર પોલીટેક્નિક કોલેજ ખાતે કોવિડ 19 હોસ્પિટલ બનાવવામાં આવી છે. પરંતુ હાલ કોઈ દર્દી ન હોવાને કારણે તે બંધ છે. છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાના કેસ વધે નહિ વાયરસનું સંક્રમણ ફેલાય નહિ જે હેતુથી માસ્ક અવશ્ય પહેરવું, ભીડ માં જવું નહિ, સેનિટાયઝરનો પૂરતો ઉપયોગ કરવો જેવી અપીલ જિલ્લા આરોગ્ય અધિકારીએ પ્રજાને કરી છે. છોટાઉદેપુર નગરમાં આવેલ જિલ્લાનું સૌથી મોટી જનરલ હોસ્પિટલને કરોડોના ખર્ચે નવી અદ્યતન બનાવવામાં આવી છે.જેમાં નવા ઓરડા નવા બેડ નવા મશીનો જેવી તમામ આરોગ્ય લક્ષી સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે. જેમાં બરોડા ડેરી દ્વારા 52.51 લાખના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ ભેટ આપવામાં આવ્યો છે. જેનાથી ભવિષ્યમાં કેસોની માત્રા વધે તો દર્દીઓનો જીવ બચાવી શકાય. અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજન ની કમી ને કારણે ભારે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો પરંતુ ચાલુ વર્ષે ઓક્સિજન પ્લાન્ટ હોવાથી પ્રજાને મુશ્કેલી નહિ ભોગવવી પડે તેમ લાગી રહ્યું છે. છોટાઉદેપુર જિલ્લામાં વર્ષ 2021 સુધી કુલ 2643 કોરોનાના કેસ નોધાયા હતા. જેમાં 36 વ્યકરીઓના મોત નિપજ્યા છે. જ્યારે મ્યુકરમાઇકોસીસના 56 કેસ નોંધાયા હતા જેમાં 7 ના મોત થયા હતા. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં એક પણ કોરોના કે ઓમીક્રોનનો કેસ નોંધાયો નથી. જેનાથી જિલ્લાની પ્રજામાં ભારે રાહત ફેલાઈ છે. છોટાઉદેપુર જિલ્લામાં કોરોના તથા ઓમિક્રોનના સંક્રમણને નાથવા તંત્ર એલર્ટ રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

છોટાઉદેપુર જિલ્લામાં કોરોના તથા ઓમિક્રોનના સંક્રમણને નાથવા તંત્ર એલર્ટ

સમગ્ર વિશ્વમાં કોરોના કોવિડ19 જેવા જીવલેણ વાયરસે ફરી માથું ઊંચક્યું છે. જેમાં ભારત દેશ અને ગુજરાત રાજયમાં પણ ઘણા કેસો નોંધાઈ ચુક્યા છે. અને ઘણા મોતને પણ ભેટ્યા છે. હવે બીજો વેરિયન્ટ ઓમિક્રોન ને પણ પગ પેસારો કરી લીધો છે. પરંતુ છોટાઉદેપુર જિલ્લો હાલ કોરોના અને ઓમીક્રોન ના સંક્રમણથી મુક્ત છે. જે જિલ્લાના જનતા માટે ભારે રાહતના સમાચાર છે.
છોટાઉદેપુર જિલ્લાનું આરોગ્ય તંત્ર કોરોનાની ત્રીજી લહેરમાં જીવલેણ વાયરસ સામે ઝઝૂમવા પહેલેથી સજ્જ થઈ ગયુ છે. અને પૂર્વ તૈયારીઓ આરંભી દીધી છે. જિલ્લા આરોગ્ય અધિકારી મહેશભાઈ ચૌધરીના જણાવ્યા મુજબ છોટાઉદેપુર જિલ્લામાં 34 જેટલી સરકારી તથા ખાનગી હોસ્પિટલોમાં વેલન્ટીલેટર બેડ 85, 137 સાદા આઈ સી યુ બેડ, ઓક્સિજન 372 બેડ, ઓક્સિજન વગર 798 બેડની સુવિધાઓથી જિલ્લો સજ્જ છે. હાલમાં જિલ્લામાં દરેક પીએચ સી તથા સી એચ સી કેન્દ્રો ઉપર કોરોના તપાસ અર્થે સરેરાશ 1200 જેટલા એન્ટીજન અને આર ટી પી સી આર ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. અને રોજ 2500 જેટલી વ્યક્તિઓને કોરોના વિરોધી રસી આપવામાં આવી રહી છે. નવી લહેરમાં નવા અત્યાર સુધી કોરોના કે ઓમીક્રોનના પોઝિટિવ કેસ ન આવતા તંત્રમાં ભારે રાહત ફેલાઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર તંત્ર દ્વારા છોટાઉદેપુર પોલીટેક્નિક કોલેજ ખાતે કોવિડ 19 હોસ્પિટલ બનાવવામાં આવી છે. પરંતુ હાલ કોઈ દર્દી ન હોવાને કારણે તે બંધ છે. છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાના કેસ વધે નહિ વાયરસનું સંક્રમણ ફેલાય નહિ જે હેતુથી માસ્ક અવશ્ય પહેરવું, ભીડ માં જવું નહિ, સેનિટાયઝરનો પૂરતો ઉપયોગ કરવો જેવી અપીલ જિલ્લા આરોગ્ય અધિકારીએ પ્રજાને કરી છે.
છોટાઉદેપુર નગરમાં આવેલ જિલ્લાનું સૌથી મોટી જનરલ હોસ્પિટલને કરોડોના ખર્ચે નવી અદ્યતન બનાવવામાં આવી છે.જેમાં નવા ઓરડા નવા બેડ નવા મશીનો જેવી તમામ આરોગ્ય લક્ષી સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે. જેમાં બરોડા ડેરી દ્વારા 52.51 લાખના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ ભેટ આપવામાં આવ્યો છે. જેનાથી ભવિષ્યમાં કેસોની માત્રા વધે તો દર્દીઓનો જીવ બચાવી શકાય.
અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજન ની કમી ને કારણે ભારે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો પરંતુ ચાલુ વર્ષે ઓક્સિજન પ્લાન્ટ હોવાથી પ્રજાને મુશ્કેલી નહિ ભોગવવી પડે તેમ લાગી રહ્યું છે.
છોટાઉદેપુર જિલ્લામાં વર્ષ 2021 સુધી કુલ 2643 કોરોનાના કેસ નોધાયા હતા. જેમાં 36 વ્યકરીઓના મોત નિપજ્યા છે. જ્યારે મ્યુકરમાઇકોસીસના 56 કેસ નોંધાયા હતા જેમાં 7 ના મોત થયા હતા. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં એક પણ કોરોના કે ઓમીક્રોનનો કેસ નોંધાયો નથી. જેનાથી જિલ્લાની પ્રજામાં ભારે રાહત ફેલાઈ છે.

છોટાઉદેપુર જિલ્લામાં કોરોના તથા ઓમિક્રોનના સંક્રમણને નાથવા તંત્ર એલર્ટ

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220102-WA0032.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *