છોટાઉદેપુરથી વહેલી સવારે અલીરાજપુર જતી ખાનગી બસ આજે વહેલી સવારે ચાંદપુર પાસે રેલિંગ તોડીને નદીમાં 15 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી હતી. જેમાં એક વર્ષની ઉંમરના એક બાળક સહિત 3 લોકોના મોત થયા હતા. જ્યારે 28 લોકોના ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે અલીરાજપુરની હોસ્પિટલમાં લઈ જવાયા છે. ઘટનાની જાણ થતા જ અલીરાજપુરના કલેક્ટર મનોજ પુષ્પ તેમજ એસપી મનોજકુમાર સિંહ સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ખાનગી બસ ભૂજથી મધ્યપ્રદેશના બડવાની થઇ રહી હોવાની માહિતી મળી છે.જેસીબીની મદદથી ખાનગી બસને નદીમાંથી બહાર
કઢાઇઅકસ્માતને પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે દોડી ગયા હતા અને સ્થાનિક તંત્ર દ્વારા 3 જેસીબીની મદદથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું અને ખાનગી બસને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ સ્થળ પર દોડી ગઇ હતી અને આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.39 લોકોને રેસ્ક્યુ કરાયા
આજે વહેલી સવારે 5:45 વાગ્યે છોટાઉદેપુરથી અલીરાજપુર તરફ જઇ રહેલી બસ નં-GJ-01-CZ-6306ના ડ્રાઇવરને ઝોકુ આવતા બસ મેલખોદરા નદીના બ્રિજ પરથી નદીમાં ખાબકી હતી. ઘટનાની જાણ થતાં અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને આસપાસના લોકોની મદદથી રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. બસમાંથી 39 લોકોને રેસ્ક્યુ કર્યાં હતા. જે પૈકી 28 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુન્સ મારફતે અલીરાજપુર જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
હતા….
રેસ્ક્યુ કરાયેલા મુસાફરોના નામ
મોનુ સાયમલ ડાવર (ઉ.18), (રહે.પલસુદ) મુકેશ ફુગલા જમરે (ઉ.21), (રહે. પલસુદ)
• રાહુલ જમલા ભિલાલા (ઉ.05), (રહે.પલાસદા)
• રાકેશ જમલા ભિલાલા (ઉ.03), (રહે.પલાસદા)
• અનિલ છીતુ ગાડરિયા (રહે.કાલી ખેતીયા)
• વિમલ કાલુ બઘેલ (ઉ.17), (રહે.સોહલિયા, બોરી)
• રામચંદ્ર ભુરસિયા મુવેલ (ઉ.21), (રહે.સોહલિયા,
ગઢવાલ)
• બત્રી જમલા મુજાલ્દા (ઉ.30), (રહે.પલાસદા, ખટ્ટાલી)
• જિગ્નેશ રામચંદ્ર (ઉ.12), (રહે.સોહલિયા)
• રીતા સુરતાન (ઉ.06), (રહે.સોહલિયા)
• સીમા લચ્છુ (ઉ.19), (રહે.દીપાની ચૌકી)
જગદીશ નોરલા (ઉ.14), (રહે.મોરઘી આમલી ફળિયા) • સુરમા ખાપરિયા (ઉ.18), (રહે.ભયડિયા ચૌક પોલ
ફળિયા)
• ચિમા પુના ભીલ (ઉ.14), (રહે.ભયડિયા ચૌક, પોલ ફળિયા)
• ઝાલી રમેશ ભિલાલ (ઉ.28), (રહે.દીપાની ચૌકી મેંબર ફળિયા)
• અર્ચના રમેશ ભિલાલ (ઉ.01), (રહે.દીપાની ચૌકી)
• ભાયસિંહ કાલુસિંહ (ઉ.22), (રહે.ડહી ગંગાપુર)
• અસ્મિતા બાદલ મંડલોઇ (ઉ.30), (રહે.ડહી ગંગાપુર)
• અશ્વિન બાદલ (ઉ.07), (રહે.ડહી ગંગાપુર)
સુમારિયા સેતુ ભાબર (ઉ.50), (રહે.નાની બડવાની)
• દશરથ જેરામ નિગવાલ (ઉ.22), (રહે.ઇસડુ
મનુ ભિકલા રાઠવા (ઉ.22), (રહે.નાનરામપુરા, ગુજરાત )
• સિંતી મનુ (ઉ.21), (રહે. નાનરામપુરા, ગુજરાત)
. પ્રવિણ રતીલાલ શાહ (ઉ.59), (રહે. સુરત, ગુજરાત)
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


