વાઘોડિયા
વાઘોડિયા તાલુકા પંચાયત કચેરીના એક કર્મચારી અંગેની ઓડીયો ક્લીપ વાયરલ થયાની જાણકારી મળી છે. જાે આ સાચી ઓડીયો ક્લીપ હોય તો વહિવટી તંત્ર માટે દુખદ અને શરમજનક ઘટના છે. ત્યારે કોઈ પણ અરજીના સંદર્ભમા ન્યાયીક તપાસ કરવી તે ફરજમા આવતુ હોય છે. હુ વ્યક્તીગત રીતે ખોટી પ્રથા અને ભ્રષ્ટાચારના વિરોઘમા છું. કર્મચારી બાબતે તપાસ કરાશે અને ખુલાસો પણ લેવાશે, જાે આ સંદર્ભમા ગુનાહિત સંડોવણી જણાશે તો તેમની સામે શિક્ષાત્મક પગલા પણ લેવાશે. આ બાબતની જિલ્લા વિકાસ અઘિકારીને પણ અવગત કર્યા છે.વાઘોડિયામાં બહુજ ચર્ચાસ્પદ બનેલ જરોદ ગ્રામ પંચાયતના ગેરકાયદેસર શોપીંગ સેન્ટરનો વિવાદ શોંપીંગ તોડી પાડ્યા બાદ તેમા સંડોવાએલા અઘિકારીની ભ્રષ્ટ નિતીનો પર્દાફાશ શોશ્યલ મિડીયામા ફરતી થયેલ કોન્ટ્રાક્ટર સાથેની અઘિકારીએ વહિવટ અંગેની કરેલી વાતચીતનો ઓડીયો વાયરલ થતા હડકંપ મચ્યો હતો. ક્લીપમા કોન્ટ્રાક્ટ એક દુકાન સાહેબ ૧૦ લાખની હોવાની વાત કરે છે. ત્યારે કથીત અઘિકારી પાછળનો હિસાબ પુરો કરો અને નવા હિસાબ પેટે પછી વાત કરશુ, બાંધકામ થાશે ત્યારે. અઘિકારી ગામ લોકોની અરજીનો ઊલ્લેખ કરતા કહે છે કે, બે ચાર મહિનાઓથી અરજીઓ આવી રહિ છે. તમારા અને સુનીલ માટે ચુપ રહ્યો નહિ તો ખેલ કરતા આવડે છે. તેવી ગર્ભીત ઘમકી પણ ઊચ્ચારે છે. સાથે જ બે લાખ કે બે દુકાનો અંગેની માંગણી કરે છે. ત્યારે આ ઓડીયો ક્લીપને લઈ તાલુકા પંચાયત કચેરીમા સન્નાટો છવાયો હતો. તે સાથે જ ડે. ટીડીઓ અલ્પેશ કટારીયાએ પોતાનો મોબાઈલ સ્વીચ ઓફ રાખી ભુગર્ભ ઊતરી ગયા હતા. અઘિકારીઓના મેળાપીપણાના કારણે દલીત સમાજના સ્મશાન પર ગેરકાયદેસર દબાણો ઊભા કરી લોકોની અરજીનો નિકાલ નહિ કરવાનો ઊલ્લેખ ક્લીપમાં થતા લોકોમા રોષ જાેવા મળી રહ્યો છે. જાેકે ઝ્રસ્ અને ઁસ્ પોર્ટલ પર અરજી કરાતા દબાણો દુર કરાયા હતા. પરંતુ આવા ભ્રષ્ટ અઘિકારીના પાપે અરજદારોને ન્યાય મેળવવા મોડુ થયુ હતુ. સાથે જ સરકારી તંત્રને તપાસ અને કાગળીયા બનાવવા પાછળ સમયનો વ્યય થયો હતો. જેને લઈને ધારાસભ્ય મઘુ શ્રીવાસ્તવ અને તાલુકા વિકાસ અઘિકારીએ નિવેદનો આપ્યા છે.