ગિરગઢડા
ભરત ગંગદેવ.
( આ મેટર ખાસ લેવાની શે )
કોડિનાર તાલુકાના ડોળાસા ગામે પત્ની ઉષાબહેન અને વ્હાલસોઇ દીકરી દીયા સાથે રહેતા પંકજભાઇ જાની કર્મકાંડના વ્યવસાયમાંથી થોડી-ઘણી આવકમાંથી સંતોષપૂર્વક રહેતા હતા.પણ,માર્ચ-૨૦૨૧માં આવેલી કોરોનાની ખતરનાક બીજી લ્હેરમાં તેઓ ચેપગ્રસ્ત થયા.સારવાર પાછળ જે કંઇ બચત હતી તે પણ વપરાઇ ગઇ.દવાખાનું લંબાયું.ડોળાસા તેમજ આસપાસના ગામલોકોએ યથાશક્તિ ફાળો એકઠો કરી તેમના પકાદાદાની સારવાર આગળ ધપાવી પરિણામે તેઓ કોરોનામુક્ત થઇ ઘરે પાછા ફર્યા.
પરંતુ,કુદરત કદાચ તેમની વધારે આકરી પરીક્ષા કરવા ઈચ્છતું હોય તેમની કઠણાઇનો અંત ન આવ્યો. કોરોનામુક્ત થયા પછી બન્ને આંખોમાં બ્લેકફંગસનો ચેપ લાગ્યો.નાણાંના અભાવે સાતથી આઠ મહિના સુધી આ ચેપની કોઇ સારવાર થઇ શકી નહિ.છેવટે ચહેરાના ભાગમાં જીણી ઇયળો બહાર આવતી દેખાય તેટલું દર્દ વકર્યું. સ્થાનિક બ્રહ્મસમાજના રાહુલભાઇ ભટ્ટ અને હિતેશભાઇ જાની દવાખાને લઇ ગયાં જ્યાં સારવારથી આંખો બચાવી શકાય તેમ છે એવો દાક્તરોનો અભિપ્રાય થયો. જે માટે ચારથી પાંચ લાખ રૂપિયા જેટલો ખર્ચ થાય એમ પણ જણાવ્યું.છેલ્લા નવ-દસ મહિનાથી ઘરની એકમાત્ર કમાનાર વ્યક્તિ પથારીવશ હોય,સારવાર પાછળ એકઠી કરેલી બચત શૂન્ય થઇ ગઇ હોય તેવા પરિવાર માટે આ ખર્ચનો જોગ કરવો શક્ય નથી.
પણ,આ પરિવારની ખુશીઓ પાછી આવી શકે તેમ છે જો આપણે સહુ આપણાથી બનતી મદદ કરીએ.ચાલો,આ મકરસંક્રાતિ પર્વ પર એક જરૂરિયાતમંદ પરિવારને જીવન અર્પવામાં નિમિત્ત બનીએ.
આપનું યોગદાન મોકલવા માટે બેંક ખાતાની વીગત આ પ્રમાણે છે.
Mr. PANKAJKUMAR SURYKANT JANI
A/c No. 32660778345
State Bank of India
DOLASA
IFSC Code: SBIN0060285


