Gujarat

હળવદના રણ વિસ્તારમાં સુખડી અને પોષણ કીટનું વિતરણ કરાયું

મોરબી
હળવદ તાલુકાના મમતાબેન, મોરબી જિલ્લા કોર્ડીનેટર અગરીયા હિતરક્ષક મંચના મારુતિસિંહ બી.બારૈયા તેમજ ટિકર ગામની આંગણવાડી વર્કર્સ અને તેડાગર બહેનો દ્વારા તાલુકાના રણવિસ્તારમાં અગરિયાઓના બાળકો,કિશોરીઓ,ધાત્રી તેમજ સગર્ભા બહેનોને સુખડી તેમજ પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મમતાબેન, મારુતસિંહ બી.બારૈયા, ટિકર ગામની આંગણવાડીની વર્કર બહેનો તેમજ તેડાગર બહેનો ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમ અંતર્ગત અગરિયાઓના ૩વર્ષ સુધીના ૬૦ બાળકોને સુખડીનું વિતરણ, ૪૦ કિશોરીઓ, ૨૦ ધાત્રીબહેનો તેમજ ૧૦ સગર્ભા બહેનોને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.હળવદમાં આંગણવાડી બહેનો તેમજ તેડાગર બહેનો દ્વારા અગરિયાઓના બાળકો, કિશોરીઓ, ધાત્રી તેમજ સગર્ભા બહેનોને સુખડી તેમજ પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *