Maharashtra

સાઉથનો સુપરસ્ટાર વિજય સેતુપતિના જન્મદિવસે ચાહકોએ યાદ કર્યા

મુંબઈ
વિજય સેતુપતિનો જન્મ ૧૬ જાન્યુઆરી ૧૯૭૮ના રોજ તામિલનાડુના રાજપાલયમમાં થયો હતો. વિજય સેતુપતિએ તેમનું શિક્ષણ ચેન્નાઈના કોડમ્બક્કમમાં આવેલી એમ.જી.આર હાયર સેકન્ડરી સ્કૂલમાંથી કર્યું હતું જ્યારે તેમણે આગળનો અભ્યાસ ચેન્નાઈની ધનરાજ બડ જૈન કૉલેજમાંથી કર્યો હતો. તેણે બી. કોમ સુધી અભ્યાસ કર્યો છે વિજયની પત્નીનું નામ જેસી સેતુપતિ છે. બંનેના લગ્ન વર્ષ ૨૦૦૩માં થયા હતા. બંનેને બે સંતાનો પુત્રી શ્રીજા અને પુત્ર સૂર્ય છે. વિજય પોતાની પોકેટ મની માટે સેલ્સમેન, હોટેલ કેશિયર અને ફોન બૂથ ઓપરેટર તરીકે પણ કામ કરતો હતો. કૉલેજ પૂર્ણ કર્યા બાદ તેણે એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતો હતો. વિજયને ત્રણ ભાઈ-બહેન હતા, જેની જવાબદારી પણ તેના પર હતી, સમય જતા તે દુબઈ ગયો કારણ કે ત્યાં અહીં કરતાં ૪ ગણા વધુ પૈસા મળતા હતા. બાદમાં ઓનલાઈન મીડિયા દ્વારા જેસી સાથે મુલાકાત થઈ હતી. ત્યારબાદ બંને પ્રેમમાં પડ્યા હતા અને પછી બંનેએ લગ્ન કરી લીધા હતા. વિજય દુબઈમાં તેની નોકરીથી નાખુશ હતો, તેથી તે ભારત પાછો આવ્યો અને તેના મિત્ર સાથે ઈન્ટીરીયર ડેકોરેશનનો વ્યવસાય કરવા લાગ્યો. તે એક માર્કેટિંગ કંપનીમાં પણ જાેડાયો જ્યાં વિજયની મુલાકાત ડિરેક્ટર બાબુ મહેન્દ્ર સાથે થઇ હતી. તેણે જ વિજયને અભિનય માટે પ્રેરણા આપી અને કહ્યું કે વિજયનો ચહેરો ફોટોજેનિક છે. વિજયે વર્ષ ૨૦૧૦માં ઘણી શોર્ટ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેને શ્રેષ્ઠ અભિનય માટે ઘણા પુરસ્કારો પણ મળ્યા છે. વિજય ૨૦૧૫ની ફિલ્મ ‘ઓરેન્જ મીઠાઈ’ના લેખક અને નિર્માતા બંને હતા. તેણે પોતે પણ ઘણા ગીતો લખ્યા છે. વિજયે ‘વિજય સેતુપતિ પ્રોડક્શન’ નામનું પોતાનું પ્રોડક્શન હાઉસ પણ ખોલ્યું છે.વિજય સેતુપતિ દક્ષિણ ભારતીય ફિલ્મોનો જાણીતો એક્ટર છે. તેમનું પૂરું નામ વિજય ગુરુનાથ સેતુપતિ કાલીમાથુ છે. વિજય એક એક્ટર હોવા ઉપરાંત નિર્માતા, ગીતકાર અને સંવાદ લેખક પણ છે. તેણે ઘણી તમિલ ફિલ્મોમાં કામ કર્યું છે. કહેવાય છે કે એક્ટિંગમાં આવતા પહેલા વિજય સેતુપતિ એકાઉન્ટન્ટ હતા. પરંતુ તેમનો શોખ અભિનય કરવાનો હતો, તેથી તેણે પોતાનો જુસ્સાને ઓછો થવા દીધો ના હતો. આ પછી એક્ટિંગની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. વિજયે તેની ફિલ્મી કારકિર્દીની શરૂઆત સપોર્ટિંગ એક્ટર તરીકે કરી હતી. જે બાદ તેને ૨૦૧૦માં આવેલી ફિલ્મ થેનમાર્કુ પારુવકાતરુમાં લીડ રોલ નિભાવવાની ઓફર કરવામાં આવી હતી. આ ફિલ્મમાં તેણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. વિજયે ૨૦૧૨માં આવેલી ફિલ્મ ‘સુંદરપાંડિયન’માં પણ વિલનની ભૂમિકા ભજવી હતી. વિજયે અત્યાર સુધી ૩૦ થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.

Vijay-Sethupati-South-Indian-Film-Actor-and-Producer.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *