Maharashtra

કોટનના વાયદામાં 1,23,525 ગાંસડીના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ 2,00,400 ગાંસડીના સ્તરે

સોના-ચાંદીના વાયદાના ભાવમાં પ્રત્યાઘાતી સુધારોઃ ક્રૂડ તેલમાં ચાલુ રહેલો વધારાનો દોરઃ કપાસ, રબરમાં વૃદ્ધિઃ મેન્થા તેલમાં મામૂલી ઘટાડોઃ બુલડેક્સ ફ્યુચર્સમાં 57 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 96 પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 1,23,021 સોદાઓમાં કુલ રૂ.10,558.76 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના જાન્યુઆરી વાયદામાં 57 પોઈન્ટ, બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના જાન્યુઆરી વાયદામાં 96 પોઈન્ટની અને એનર્જી ઈન્ડેક્સના જાન્યુઆરી વાયદામાં 86 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 54,925 સોદાઓમાં કુલ રૂ.3,266.72 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.47,949ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.48,010 અને નીચામાં રૂ.47,911 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.55 વધી રૂ.47,981ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.30 વધી રૂ.38,528 અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.4 વધી રૂ.4,795ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.63,150 ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.63,790 અને નીચામાં રૂ.63,037 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.720 વધી રૂ.63,739 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.648 વધી રૂ.63,908 અને ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.648 વધી રૂ.63,913 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં 13,481 સોદાઓમાં રૂ.2,527.11 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.90 વધી રૂ.239.80 અને જસત જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.85 વધી રૂ.292ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.6.15 વધી રૂ.747.40 અને નિકલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.9.9 વધી રૂ.1,665 તેમ જ સીસું જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.85 ઘટી રૂ.186ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં 29,175 સોદાઓમાં કુલ રૂ.2,161.26 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,452ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,480 અને નીચામાં રૂ.6,397 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.128 વધી રૂ.6,460 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.2.80 ઘટી રૂ.317.60 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં 3,701 સોદાઓમાં રૂ.471 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.2,040ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.2040 અને નીચામાં રૂ.2023 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.32 વધી રૂ.2,032 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર જાન્યુઆરી વાયદો 100 કિલોદીઠ રૂ.16,500ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.16,599 અને નીચામાં રૂ.16,475 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.167 વધી રૂ.16,538ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1 ઘટી રૂ.984.90 અને કોટન જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.810 વધી રૂ.36,940 બોલાઈ રહ્યો હતો.

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 7,316 સોદાઓમાં રૂ.1,339.90 કરોડનાં 2,792.604 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 47,609 સોદાઓમાં કુલ રૂ.1,926.82 કરોડનાં 302.943 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.366.47 કરોડનાં 15,260 ટન, જસતના વાયદાઓમાં રૂ.279.02 કરોડનાં 9,535 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.925.12 કરોડનાં 12,402.500 ટન, નિકલના વાયદાઓમાં રૂ.827.42 કરોડનાં 4,987.500 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.129.08 કરોડનાં 6,905 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 13,870 સોદાઓમાં રૂ.1,314.69 કરોડનાં 20,52,500 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 15,305 સોદાઓમાં રૂ.846.57 કરોડનાં 2,70,17,500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 3 સોદાઓમાં રૂ.0.16 કરોડનાં 16 ટન અને કોટનના વાયદાઓમાં 3,277 સોદાઓમાં રૂ.454.95 કરોડનાં 123525 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 402 સોદાઓમાં રૂ.15.56 કરોડનાં 156.6 ટન, રબરના વાયદાઓમાં 19 સોદાઓમાં રૂ.0.33 કરોડનાં 20 ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 15,582.254 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 527.102 ટન, એલ્યુમિનિયમમાં 15,160 ટન, જસત વાયદામાં 10,845 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 12,187.500 ટન, નિકલ વાયદામાં 7,482 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 5,555 ટન, ક્રૂડ તેલમાં 11,41,300 બેરલ અને નેચરલ ગેસમાં 1,16,38,750 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 156 ટન, કોટનમાં 200400 ગાંસડી, મેન્થા તેલમાં 436.32 ટન, રબરમાં 51 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 2,340 સોદાઓમાં રૂ.267.77 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 431 સોદાઓમાં રૂ.33.34 કરોડનાં 470 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,697 સોદાઓમાં રૂ.217.30 કરોડનાં 2,441 લોટ્સ તથા એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 212 સોદામાં રૂ.17.13 કરોડનાં 215 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,387 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,278 લોટ્સ તેમ જ એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 262 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જાન્યુઆરી વાયદો 14,152ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,209 અને નીચામાં 14,152ના સ્તરને સ્પર્શી, 57 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 49 પોઈન્ટ વધી 14,201ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ જાન્યુઆરી વાયદો 17,795ના સ્તરે ખૂલી, 96 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 122 પોઈન્ટ વધી 17,847ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે એનર્જી ઈન્ડેક્સના ફેબ્રુઆરી વાયદામાં 86 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 38 પોઈન્ટ વધી 6,360ના સ્તરે બોલાયો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 19,399 સોદાઓમાં રૂ.1,864.90 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.288.94 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.73.03 કરોડ, બિનલોહ ધાતુઓમાં તાંબુ અને નિકલના ઓપ્શન્સમાં રૂ.4.89 કરોડ અને એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,477.04 કરોડ તથા નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.21 કરોડનાં કામકાજ થયાં હતાં.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *