સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
આમ જોવા જઈએ તો હાલ સમગ્ર રાજ્યમાં કોવિડ સંદર્ભે સંક્રમણની સ્પીડ ઘણી હોવાનું જ્યારે સામે આવ્યું છે ત્યારે ખાસ કરીને ધોરણ ૧૦ થી ઉપરના શિક્ષણના વર્ગો પ્રત્યક્ષ શિક્ષણની પધ્ધતિથી ચાલે છે. જો કે સાવચેતી રુપે કોવિડ ગાઇડલાઇનનાં આરોગ્ય વિભાગના શિક્ષણ સંસ્થાઓ માટેની એસ. ઓ. પી. મુજબ પણ પ્રત્યક્ષ શિક્ષણનાં વર્ગો ચાલે છે. પરંતુ હાલની પ્રવર્તમાન સ્થિતિમાં એક મોટો બુધ્ધિજીવી વર્ગ હાલ દસ પંદર દિવસ તો આ શાળાઓ અને કોલેજોમાં પ્રત્યક્ષ શિક્ષણ બંધ થવું જોઈએ તેવું શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા શિક્ષિત સમાજનું પણ માનવું છે. અને આ સંદર્ભે સરકારે પણ વહેલી તકે યોગ્ય નિર્ણય લઈ હાલ પૂરતું પ્રત્યક્ષ શિક્ષણ બંધ કરવાનો નિર્ણય કરવો જોઈએ તેવું આમજનતા ઈચ્છે છે. આમ પણ આગ લાગે ત્યારે કુવો ખોદવા ન બેસાઈ એ વાતને પણ લક્ષમાં લેવી જોઈએ. જો કે અમુક નિર્ણયો તાકીદે લેવા જોઈએ એવું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. અંતે તો વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને હિતને લક્ષમાં લઈને તંત્ર વહેલી તકે કોઈ ઠોસ નિર્ણય લે તે એક તંદુરસ્ત સમાજ માટે હિતકારી અને ઈચ્છનીય છે.
|
ReplyForward
|
