Gujarat

રાજકોટમાં અંડરબ્રિજનું નામ સીડીએસ બિપીન રાવત નામ અપાયું

રાજકોટ
દર વર્ષે ચોમાસામાં લક્ષ્મીનગરનું નાળુ ચાર મહિના બંધ રહેતું હતું. કારણ કે, થોડા વરસાદમાં આખેઆખું નાળું વરસાદી પાણીથી ભરાય જતું હતું અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. જાેકે, હવે અંડરબ્રિજમાં વરસાદી પાણીના નિકાલ માટે મશીનો પણ મૂકવામાં આવ્યા છે. આથી ભારે વરસાદમાં પણ તુરંત પાણીનો નિકાલ થઈ શકશે. ચોમાસામાં પણ હવે આ અંડરબ્રિજ ખુલ્લો રહેશે.લક્ષ્મીનગર બ્રિજ ખૂબ જ સાંકડો હોવાના કારણે ટ્રાફિક સમસ્યા ખુબ જ રહેતી હતી. આ સમસ્યાના નિરાકરણ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેલ્વે વિભાગ પાસે ડિપોઝીટ વર્કથી ચાર માર્ગીય રેલ્વે અન્ડર બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ બ્રિજની બંને બાજુ ૭.૫૦ મીટર પહોળાઈ તથા ૪.૫૦ મીટર ઊંચાઈ હોવાને કારણે સ્કૂલ બસ, ઔદ્યોગિક વિસ્તારના વાહનના આવન જાવન માટે સરળતા રહેશે. આ ઉપરાંત રાહદારીઓ તથા સાઈકલ સવાર માટે અલગથી પાથ વે બનાવવામાં આવ્યો છે. આ બ્રિજના કારણે શહેરના આશરે ૩ લાખ લોકોને ટ્રાફિકની રોજિંદી સમસ્યામાંથી મુક્તિ મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાએ કોરોનાની વૈશ્વિક મહામારીમાં રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ વિકાસના કાર્યો સમયસર પૂર્ણ કર્યા છે .રાજકોટ મહાનગરને આધુનિકતાનો રંગ આપવા માટે તેમજ લોકોની સુખાકારી માટે હજુ ઘણા પ્રકલ્પો ચાલી રહ્યા છે. રાજ્યની વિકાસયાત્રામાં શહેરી વિકાસનું મહત્વનું યોગદાન છે. શહેરોમાં કોઈ એક જ બાબતના કાર્યો કરવાના બદલે રાજ્ય સરકારે સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને શહેરી વિકાસની નવી વ્યાખ્યા પ્રસ્થાપિત કરી લોકોની સર્વાંગી સુખાકારી ધ્યાનમાં રાખી કાર્યોનો પ્રારંભ કર્યો છે .રાજકોટમાં લક્ષ્મીનગરનું નાળુ દર વર્ષે ચોસામાં વરસાદી પાણીથી ભરાય જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. જાેકે આ નાળાને તોડી ૪૨ કરોડથી વધુના ખર્ચે નવો અંડરબ્રિજ બનાવવામાં આવ્યો છે. આજે આ અંડરબ્રિજનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ અંડરબ્રિજમાંથી રોજના ૩ લાખ લોકો અને ૫૦ હજાર વાહનો પસાર થાય છે. અંડરબ્રિજ ખુલ્લો મૂકાતા લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી પણ મુક્તિ મળશે. આ અંડરબ્રિજનું નામ સીડીએસ બિપીન રાવત રાખવામાં આવ્યું છે. જાેકે આજે લોકાર્પણ કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજનું નામ ન હોવાથી ફરીથી રાજકોટ ભાજપમાં આંતરિક જૂથવાદ સપાટી પર આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *