Gujarat

નવસારી પાલિકા દ્વારા શાકમાર્કેટને હંગામી ધોરણે બંધ કરી સેનિટાઈઝ કરાયું

નવસારી
નવસારી શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણને રોકવા માટે સુપર સ્પ્રેડર એવા શાકભાજી વેચતા વેપારીઓને ટાર્ગેટ કરીને સંક્રમણ રોકવા માટે કવાયત શરૂ થઈ છે. છેલ્લા અનેક દિવસોથી વેપારી અને ગ્રાહકો બેફિકર બનીને એસઓપી ગાઈડલાઈનનું પાલન કરવામાં નિષ્ફળ સાબિત થયા હતા. જેથી સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તે માટે આજે સોમવારે નવસારી વિજલપોર નગરપાલિકા એક્ટિવ બની છે. પાલિકાએ ગઈકાલે રવિવારે મોડી સાંજે ૮ વાગ્યે માર્કેટ બંધ રહેશે તેવી જાહેરાત કરતી રીક્ષા શહેરમાં ફેરવી હતી. પણ અનેક વેપારીઓ આ ર્નિણયથી અજાણ હોવાથી આજે સોમવારે વહેલી સવારે શાકભાજી વેચવા આવતા તેમને માર્કેટ બંધ થવાની જાણ થઈ હતી. જેમાંના કેટલાક લોકોએ આ ર્નિણય સામે વાંધો ઉઠાવ્યો છે. હાલમાં શાકભાજી માર્કેટમાં મોટી સંખ્યામાં ગ્રાહકો ખરીદી કરવા માટે આવે છે. જેને લઇને ક્યારેક માસ્કના નિયમો અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન થતું નથી, ત્યારે લોકો પાસે કડકાઈથી એસઓપીની ગાઈડલાઇનનું પાલન કરાવા માટે પાલિકાએ કવાયત હાથ ધરી છે.નવસારી શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણને રોકવા માટે વહીવટીતંત્ર સાથે પાલિકાની ટીમ પણ એક્ટિવ થઈ છે. જેના પગલે પાલિકા કચેરીની બાજુમાં આવેલા શાકભાજી માર્કેટને એક દિવસ માટે હંગામી ધોરણે બંધ રાખવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. જેના માટે પાલિકાના ૫૦ કર્મચારીઓની ટીમ શાકભાજી માર્કેટમાં સર્કલ બનાવીને વેપારી તથા ગ્રાહકોને સોશિયલ ડિસ્ટન્સની ગાઈડલાઈન અંગે માર્ગદર્શન આપશે. સાથે જ સમગ્ર માર્કેટને સેનિટાઇઝ કરવા માટેની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *