Gujarat

રાજપીપળામાં બોગસ ડિગ્રી-માર્કશીટ કૌભાંડ ઝડપાયું

રાજપીપળા
રાજપીપળાની બિરસામુંડા ટ્રાયબલ યુનિવર્સિટીમાં ૧૦ ડિસેમ્બર-૨૧ના રોજ એક બનાવટી વેબસાઈટ બની હતી. આ ઉપરાંત એક બનાવટી ડિગ્રી સર્ટી વેરીફીકેશન માટે આવી હતી. આ અંગે રજીસ્ટ્રારે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે રાજપીપળા પોલીસ અને નર્મદા એલસીબી સહિતની ટીમોએ તપાસ શરૂ કરી હતી. પોલીસને બાતમી મળી હતી કે, બનાવટી ડિગ્રી સર્ટિફિકેટ દિલ્હી ખાતેથી બેઉલાનંદ રેવ બીસી નંદ નામની મહિલાએ બનાવ્યા છે અને આ મહિલા નવી દિલ્હીના રાજાપુરી રોડ ઉત્તમનગરની રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. એલસીબીની ટીમ દિલ્હી પહોંચી ગઇ હતી અને આરોપી મહિલાને ઝડપી પાડી હતી અને ઘરમાં તપાસ કરતા દેશની અલગ-અલગ ૩૫ યુનિવર્સિટીના ૩૦ ડિગ્રી સર્ટિફિકેટ અને ૧૦ માર્કશીટ, સ્ટેશનરી, કલર પ્રિન્ટર મશીન તેમજ અલગ-અલગ યુનિવર્સિટી તેમજ બોર્ડના ૯૪ રબર સ્ટેપ તથા ડિગ્રી સર્ટિફિકેટ તથા માર્કશીટ ઉપર લગાડવાના હોલમાર્ક મળી આવ્યા હતા. આ ઉપરાંત અલગ-અલગ એજ્યુકેશન યુનિવર્સિટી તથા સંસ્થાઓના કુલ-૭૩ વેબસાઇટ ડોમેઇન મહિલા ચલાવતી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરીને આરોપી મહિલા સાથે સંપર્ક રહેલા ગુજરાત અને ગુજરાત બહારના ૩૧ એજન્ટની શોધખોળ શરૂ કરી છે. ડીવાયએસપી વાણી દૂધાતના સુપરવિઝનમાં ૪ ટીમો બનાવી છે. દેશભરમાં તપાસ શરૂ કરવામાં આવી છે. આ કૌભાંડમાં મોટા માથાઓની સંડોવણી બહાર આવે તેવી શક્યતા છે. આ બાબતે નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકર સિંહે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, બોગસ ડિગ્રી સર્ટિફિકેટ અને માર્કશીટ્‌સ સાથે પકડાયેલી દિલ્હીની મહિલાની ધરપકડ કરીને તેના ૬ દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને આ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે.રાજપીપળા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એક ફરિયાદના આધારે નર્મદા એલસીબી પોલીસે દિલ્હીથી એક મહિલાને પકડીને દેશવ્યાપી બોગસ ડિગ્રી-માર્કશીટ કૌભાંડ ઝડપી પાડ્યું છે. પોલીસે દિલ્હીની મહિલાની ધરપકડ કરીને તેની પાસેથી દેશની ૩૫ યુનિવર્સિટીની ૨૩૭ ડિગ્રી અને ૫૧૦ માર્કશિટ જપ્ત કરી છે. પોલીસે મહિલાના ૬ દિવસના રિમાન્ડ મેળવીને વધુ તપાસ શરૂ કરી છે.

Collage-Dgree-Marksheet.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *