ભાવનગર
લોકશાહીમાં આપણને ઉપલબ્ધ થયેલાં અમૂલ્ય એવાં મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીને જીવંત રાખવી જરૂરી છે. જિલ્લામાં મતદાનપાત્ર લોકોની નોંધણી માટે રવિવારના દિવસોએ પણ ઝૂંબેશરૂપે કાર્ય કરીને જિલ્લામાં અનેક નવાં યુવા મતદારોની નોંધણી કરવામાં આવી છે. સુદ્રઢ લોકશાહી માટે જાગૃત મતદાતા જરૂરી છે ત્યારે જિલ્લામાં મતપાત્ર તમામ વયજૂથના લોકોને ઓળખી તેમના ઘરે, કોલેજ પર તેમજ ઔદ્યોગિક વિસ્તાર હોય મતપાત્ર મતદાતા ત્યાં હોય ત્યાં જઇને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી છે. કલેક્ટરએ ચૂંટણીની કામગીરીમાં જાેડાયેલાં અને ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પ્રાંત અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારી, નાયબ મામલતદાર, બી.એલ.ઓ. તેમજ સેક્ટર ઓફિસરોની કામગીરીને પ્રમાણપત્ર આપી બિરદાવવામાં આવશે તેની જાહેરાત કરી હતી. આવાં કર્મચારીઓના ખંતને જાેઇને અન્ય કર્મચારીઓને પણ પ્રેરણાં મળતી હોય છે તેમ જણાવી તેમણે સુગમ, સમાવેશી અને સહભાગીની થીમ પર યોજાઇ રહેલાં ૧૨ માં રાષ્ટ્રીય મતદાતા દિવસની સૌને શુભકામનાઓ પાઠવી હતી. ચૂંટણીમાં એકએક વોટ અગત્યનો હોય છે. ત્યારે જાગૃત નાગરિક તરીકે બાકી રહેલાં નાગરિકો પણ પોતાનું નામ મતદાર યાદીમાં ચેક કરી લે અને જાે ન નોંધાયું હોય તો સત્વરે નોંધાવી દે તે માટેની અપીલ પણ તેમણે કરી હતી. આ માટેની નોંધણી એપ દ્વારા પણ કરી શકાય છે તે અંગેની જાગૃતિ લાવવાં માટે તેમણે તંત્રવાહકોને અનુરોધ કરતાં કહ્યું કે, ૧૮ વર્ષ પૂર્ણ થયા હોય તેવા તમામ યુવા નાગરિકો મતદાર યાદીમાં નોંધણી કરાવી મતદાન માટે લાયક બની લોકશાહીને મજબૂત અને સુદ્રઢ બનાવવી એ આપણી ફરજ છે.જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગૂડેની અધ્યક્ષતામાં ૧૨માં રાષ્ટ્રીય મતદાતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કલેક્ટર કચેરી ખાતે વર્ચ્યુઅલ માધ્યમથી કરવામાં આવી હતી.
