આણંદ
આણંદ ખાતે બેટી બચાવો-બેટી પઢાવો થીમ ઉપર પોસ્ટર મેકીંગ તથા સ્લોગનની સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જેમાં કોલેજના ૨૫ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ પોસ્ટર સ્પર્ધામાં પ્રથમ સ્થાને પંચાલ સૃષ્ટિ, દ્વિતીય સ્થાંન વાઘેલા કિંજલ અને તૃતીય સ્થાને પટેલ સુહાસિની વિજેતા બની હતી. જ્યારે સ્લો?ગન સ્પર્ધામાં પ્રથમ સ્થાને વાઘેલા વનિતા હાંસલ કર્યું હતું. આઝાદી કા અમૃત મહોત્સવ અને રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી અંતર્ગત આણંદ જિલ્લામાં બેટી બચાવો-બેટી પઢાવો સેલ અને જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે આણંદની એનએસ પટેલ કોલેજ ખાતે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે નિમિત્તે રાજ્યકક્ષાના વર્ચ્યુઅલ યોજાયેલા કાર્યક્રમમાં અધિકારીઓ અને બાલિકાઓએ પરિસંવાદમાં ભાગ લીધો હતો. જ્યારે બેટી બચાવો-બેટી પઢાવો થીમ પર પોસ્ટર મેકીંગ સ્પર્ધા યોજાઇ હતી. આ પ્રસંગે મહિલા અને બાળવિકાસ વિભાગના સચિવ-વ- કમિશ્નર કે .કે. નિરાલાએ રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણીનો હેતુ સ્પષ્ટ કરતા જણાવ્યુ હતું કે, કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા દીકરી જન્મ તેમજ શિક્ષણને પ્રોત્સાહન આપવા, બાળ લગ્ન નાબૂદ કરવા, દીકરીઓના કાનૂની અધિકારો, પોષણ અને તબીબી સંભાળ, સંરક્ષણ અને સન્માન સુનિશ્ચિત કરવા તેમજ તે પરત્વે જાગૃતિ લાવવા વર્ષ ૨૦૦૮થી તા.૨૪મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય દીકરી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત મંત્રી મનીષાબેન વકીલે રાજ્યના દરેક જિલ્લાઓની વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જાેડાયેલી દીકરીઓ સાથે વિસ્તૃત પરિસંવાદ કરી દીકરીઓને મુંઝવતા પ્રશ્નોની નિરાકરણ લાવી જરૂરી જાણકારી આપવામાં આવી હતી. દીકરીઓને પોતાના ગામમાં ૩થી ૬ વર્ષના ઓછું વજન ધરાવતા બાળકોને ઓળખી તેઓને યોજનાકીય લાભ લેવા સમજાવવા તેમજ ૧૧થી ૧૮ વર્ષની બાલિકાઓ ટીએચઆર કીટ મેળવે તેનો ઉપયોગ કરે તે અંગે સમજ આપવા પણ જણાવ્યું હતું.
