Gujarat

ગોમતીપુરમાં ૪જી ટાવર નાખવા મામલે વિરોધ

અમદાવાદ
ગોમતીપુર ચારતોડા કબ્રસ્તાન પાસે ૪ય્ ટાવર નાખવાની મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખોટી રીતે મંજૂરી આપવામાં આવી છે. માત્ર ૧૮ ફૂટનો જ આ રોડ છે અને ત્યાં ટીપી સ્કીમનો અમલ બાકી છે. આ ટીપી સ્કીમનો અમલ થશે ત્યારે રોડ પર જ ટાવર આવી જશે. જેના કારણે ઘણી મુશ્કેલીઓ પડશે. ખાનગી મોબાઈલ સીમ કંપની દ્વારા અન્ય ઓથોરીટીની મંજૂરી લેવાઈ નથી તેમ પણ તેમણે જણાવ્યું છે. ગોમતીપુર વિસ્તારમાં આ ટાવર લાગવાથી આજુબાજુના અડધા કિલોમીટર વિસ્તારમાં રેડિયેશનની અસર થઈ શકે છે. ઉપરાંત આ ટાવર કબ્રસ્તાનની સામે જ આવેલો છે જેથી આ ટાવર નાખવા મામલે ઇકબાલ શેખ, ઝુલ્ફીખાન સહિત ૫૦ લોકોએ પૂર્વ ઝોનની ઓફિસે ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર પ્રકાશ લીંબચીયાને મળી રજુઆત કરી હતી. તેઓ દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની બાંયધરી પણ આપી હતી.અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં ચારતોડા કબ્રસ્તાન પાસે ખાનગી મોબાઈલ કંપનીના ૪ય્ ટાવર નાખવા મામલે સ્થાનિક લોકોએ વિરોધ દર્શાવ્યો છે. રોડ નાનો છે અને ત્યાં હજી સુધી ટીપી સ્કીમ અમલી બની નથી. જાે આ જગ્યા પર ટાવર નાખવામાં આવશે તો રોડ ખૂબ જ નાનો થઈ જશે અને તેના કારણે ટ્રાફિકની સમસ્યા પણ ઉભી થશે. ગોમતીપુર વિસ્તારમાં આ મોટું કબ્રસ્તાન છે અને ત્યાં અવરજવર વધુ હોય છે તેના કારણે ઘણી સમસ્યા ઊભી થઈ શકે તેમ છે.

4G-Tower-Gomtipur-Ahemdavad.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *