વલસાડ
વલસાડના રેટલાવ ગ્રામ પંચાયતમાં ચાર્જ સંભાળતી સમયનો બનાવ સોશિયલ મીડિયામાં રેટલાવ ગામના જે ફોટો વાઈરલ થઈ રહ્યા છે તે પંચાયત પરિસરમાં બનેલો બનાવ છે. ગ્રામ પંચાયતનો ચાર્જ સંભાળતી સમયે સરપંચ અને સભ્યોએ કેક કટીંગના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ સમયે મોટી સંખ્યામાં લોકો માસ્ક વગર જ એકઠા થયેલા જાેવા મળી રહ્યા છે. નવદંપતી સામે કાર્યવાહી, તો સરપંચ સહિતના સભ્યો સામે ક્યારે?રાત્રિ કફર્યૂનો ભંગ કરનાર નવદંપતીએ લગ્નની રાત પોલીસ સ્ટેશનમાં જ વિતાવવી પડી હતી. ત્યારે હવે રેટલાવ ગામમાં નિયમોના ધજાગરા ઉડાવનારા રાજકીય આગેવાનો સામે પોલીસ ક્યારે કાર્યવાહી કરે છે તે જાેવું મહત્વનું બની રહેશે.વલસાડ પોલીસે એક તરફ રાત્રિ કફર્યૂનો ભંગ કરનારા દંપતી સામે કાર્યવાહી કરી લોકોને નિયમોનું પાલન કરવાનો સંદેશ આપ્યો છે. તો બીજી તરફ રેટલાવ ગામમાં સરપંચની ચૂંટણી પૂર્ણ થયા બાદ ચાર્જ સંભાળતી સમયે સરપંચ અને સભ્યોએ કોવિડ ગાઈડલાઈન્સના ધજાગરા ઉડાવ્યા હોવાનો ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે. જાે કે, આ મામલે પોલીસ અજાણ હોવાનું સામે આવ્યું છે.


