Gujarat

ન્યાય નહીં મળેતો પાર્લામેન્ટમાં આત્મવિલોપન કરીશ ઃ બલરામ ચૌધરી

રાજકોટ
પીઇસાઈ બલરામ ગત ૬ જાન્યુઆરીનાં રોજ ક્રાઈમ કોન્ફરન્સમાં જવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ લાપતા થયા હતા. તેમના લાપતા થયા બાદ તેના પત્ની ડો. અમૃતાબેને ઉચ્ચ અધિકારીઓ પર માનસિક ત્રાસનો આરોપ લગાવ્યો હતો. આ અંગે ભક્તિનગર પોલીસમાં જાણ પણ કરી હતી. તેમના આ આરોપોને લઈ રેલવે વિભાગ દ્વારા જવાબદાર અધિકારીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. બલરામ ચૌધરી આજે નાટકીય રીતે પરત ફર્યા છે. અને અધિકારીઓ દ્વારા માનસિક ત્રાસ અપાતો હોવાનો આરોપ લગાવી આત્મવિલોપન સુધીની ચીમકી ઉચ્ચારતા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.રાજકોટમાં થોડા દિવસ અગાઉ લાપતા બનેલા આરપીએફનાં પીએસઆઈ બલરામ ચૌધરીએ અંતે ઘરવાપસી કરી છે. તેના લાપતા થયા બાદ પત્નીએ ઉચ્ચ અધિકારીઓ દ્વારા ત્રાસ અપાતો હોવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારે હવે પરત ફરેલા પીએસઆઈ બલરામ ચૌધરીએ પણ ઉચ્ચ અધિકારીઓએ ગોળી મારવાનું ષડયંત્ર કર્યાનો આક્ષેપ કરતા સનસનાટી મચી છે. એટલું જ નહીં જાે ત્વરિત પગલાં નહીં લેવાય તો પોતાના પરિવાર સાથે પાર્લામેન્ટ ખાતે આત્મવિલોપનની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે. પીએસઆઈ બલરામ ચૌધરીનાં જણાવ્યા અનુસાર, ડીએસઆઈ આનંદ મિશ્રાએ મને એલએલબી કરવા કહ્યું હતું. આ માટે સ્ટડી લિવ આપવા પણ જણાવ્યું હતું. પરંતુ આ લિવ બાબતે આઈજી સાહેબે દબાણ કરતા ડીએસસી દ્વારા ચાર્જશીટ આપવામાં આવી અને સ્ટડી લિવ રિજેક્ટ કરી, એટલું જ નહીં આજે ૬ વર્ષ સુધી આ અંગે કોઈ કાર્યવાહી થઈ નથી. આ દરમિયાન મને ૪-૪ વખત ચાર્જશીટ આપીને માનસિક ત્રાસ અપાયો છે. આ મુદ્દે ન્યાય માટે પાર્લામેન્ટમાં રજુઆત કરનાર હોવાનું અને જાે ન્યાય નહીં મળે તો પાર્લામેન્ટ ખાતે આત્મવિલોપન કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, તેના દ્વારા ડીએસસી પવનકુમાર શ્રીવાસ્તવ, અનુપકુમાર શુકલા અને રાજકોટનાં શ્રીરામ મીણા કે જેમણે તપાસનો ખોટો રિપોર્ટ આપ્યો છે. અને આઈજીપી સિન્હા સાહેબ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવામાં આવનાર છે. આ તમામ લોકો છેલ્લા પાંચ વર્ષથી માનસિક ત્રાસ આપતા હતા. અને હવે ધમકી આપી છે કે, રાજકોટમાં દેખાયા તો ગોળી મરાવી દઈશ. જેટલું જલ્દી બને તેટલું જલ્દી રાજકોટ છોડીને ચાલ્યો જવા પણ જણાવાઈ રહ્યું છે. હાલ તો હું મારા પરિવાર અને મારું જીવન બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છું. પોતાના માતા-પિતા તેમને રજા નહીં મળવાને કારણે જયપુર ખાતે મકાન વિના હેરાન થતા હોવાનું પણ તેમણે કહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *