Gujarat

રાજકોટના પેટ્રોલપંપમાં ૪ ચોરોએ ઓફિસમાં તોડફોડ કરી

રાજકોટ
રાજકોટ શહેરની ભાગોળે આવેલા સણોસરા ગામે રહેતા અને સણોસરા ગામે જ નીતાંજલી પેટ્રોલિયમ નામના પેટ્રોલપંપમાં નોકરી કરતા ચિરાગ માવજીભાઈ સાગઠીયા નામનો ૨૨ વર્ષનો યુવક રાત્રિના પેટ્રોલ પંપની ઓફિસમાં સૂતો હતો. ત્યારે મોડીરાત્રે અઢી વાગ્યાના અરસામાં ચાર બુકાનીધારી શખસો પેટ્રોલપંપમાં ધસી આવ્યા હતા. ત્યારે બુકાનીધારી શખસોએ ઓફિસમાં ચોરી કરવાના ઇરાદે ઓફિસના દરવાજામાં પાઇપ ફટકાર્યા હતા. પરંતુ દરવાજાે ન ખુલતા ચારેય શખસોએ ઓફિસની કાચની બારીઓમાં તોડફોડ કરી હતી. તોડફોડ થતા ઓફિસમાં સૂતેલા ચિરાગ સાગઠીયા પર કાચ પડ્યા હતા. ચિરાગ સાગઠીયા અચાનક જાગી જતા ચારેય શખસો સામે પાણીની બોટલો સહિતની વસ્તુઓનો મારો ચલાવ્યો હતો. આથી ચોરીના ઇરાદે આવેલા ચાર શખસો નાસી છૂટ્યા હતા. આ ઘટના અંગે કુવાડવા પોલીસને જાણ થતા કુવાડવા રોડ પોલીસ મથકનો સ્ટાફ મધરાત્રે સણોસરા ગામે આવેલા નીતાંજલી પેટ્રોલિયમ નામના પેટ્રોલ પંપે ધસી ગયો ગયો હતો. પોલીસે સ્થળ પર જરૂરી કાર્યવાહી કરી કાચના ટૂકડા ઉડીને માથે પડતા ઘવાયેલા ચિરાગને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.રાજકોટમાં પોલીસના પેટ્રોલિંગ વચ્ચે તસ્કરો પડકાર આપી રહ્યા છે. શહેરની ભાગોળે આવેલા સણોસરા ગામે મધરાત્રે પેટ્રોલપંપમાં બુકાનીધારી ૪ શખસો ત્રાટક્યા હતા. ચારેયે પેટ્રોલપંપની ઓફિસમાં તોડફોડ કરી હતી. પરંતુ ઓફિસમાં સૂતેલો યુવાન જાગી જતા ચારેય નાસી છૂટ્યા હતા. જ્યારે તોડફોડમાં તૂટી ગયેલા કાચ યુવકની માથે પડતા ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.

Imprisoned-in-CCTV.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *