ભાવનગર
ભાવનગરના અલંગ અને આસપાસના ગામડાના લોકોને સરળતાથી લોહી મળી રહે તે માટે ઉત્તમ એન ભુતા- રેડક્રોસ બ્લડ બેંક દ્વારા અલંગ રેડક્રોસ પ્રાયમરી હોસ્પિટલ, પ્લોટ નંબર-૯ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવમાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા અલંગના તમામ પ્લોટ હોલ્ડર્સ અને શિપ રિસાયકલિંગ એસોસિએશનનો અને આસપાસના ગામના સરપંચોનો ખુબજ સારો એવો સહકાર મળ્યો હતો. ૯૯ રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરી આ માનવતાના કાર્યમાં આહુતિ આપી હતી. ભાવનગરના અલંગ ખાતા ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા ૧૯૮૩ થી આરોગ્ય સેવાઓ આપવામાં આવી રહી છે. ત્યારે અલંગ ખાતે રક્તદાન કેમ્પ કરવામાં આવ્યો છે. અલંગ તેમજ આસપાસના ૩૦ થી વધુ ગામના લોકો તથા અન્ય તાલુકાના લોકો પણ અહીં આરોગ્યસેવા માટે આવી રહ્યા છે. રેડક્રોસ દ્વારા અલંગમાં વધુ સારી અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા મળી રહે તે માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. હાલ અલંગ ખાતે મલ્ટીસ્પેસ્યાલીટી હોસ્પિટલ, પ્રાયમરી હોસ્પિટલ અને મોબાઈલ હેલ્થ યુનિટ કાર્યરત છે. અહીં તમામ સેવાઓ વિનામૂલ્યે આપવામાં આવે છે.


