મુંબઈ
મળેલ માહિતી મુજબ એક્ટર સુનીલ ગ્રોવર શહેરની એશિયન હોસ્પિટલમાં હાર્ટ સર્જરી બાદ સ્વસ્થ થઈ રહ્યા છે. ડોક્ટરોનું કહેવું છે કે તે સુરક્ષિત છે અને તેની હાલતમાં સુધારો થઈ રહ્યો છે. જ્યારથી આ સમાચાર સામે આવ્યા છે ત્યારથી ફેન્સ સુનીલને લઈને સતત ચિંતિત છે. લોકો તેમના લાંબા આયુષ્ય અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરી રહ્યા છે. કેટલાક લોકોએ વિરલ ભાયાણીને તસવીર શેર કરવા અને સ્વાસ્થ્ય અપડેટ્સ આપતા રહેવા વિનંતી કરી છે. કપિલ શર્માની ફ્લાઈટમાં કોમેડિયન સુનીલ ગ્રોવર સાથે ઝઘડો થયો હતો. આ કેસ એક સમયે ચર્ચાનો વિષય બન્યો હતો. પરિણામે આ ઘટના બાદ સુનીલ અને કપિલ એક પણ શોમાં સાથે દેખાયા નથી. ગ્રોવરે તેની કારકિર્દીની શરૂઆત સ્વર્ગસ્થ જસપાલ ભટ્ટી સાથે કરી હતી. ગ્રોવરની ટીવી કરિયરની શરૂઆત ‘ચલા લલ્લા હીરો બને’ શોથી થઈ હતી, આ સિવાય ગ્રોવર પણ જીછમ્ ટીવીના પહેલા સાયલન્ટ શો ‘ગુંટુર ગુન’માં લોકોને હસાવતો જાેવા મળ્યો હતો. પરંતુ ગ્રોવરે કલર્સના કોમેડી શો ‘કોમેડી નાઈટ્સ વિથ કપિલ’ અને ‘ધ કપિલ શર્મા શો’માં ડૉ. મશૂર ગુલાટીમાં ગુત્ત્થીનું પાત્ર ભજવીને લોકપ્રિયતા મેળવી હતી. આ સિવાય તે ‘હીરોપંતી’, ‘બાગી’, ‘ઝિલા ગાઝિયાબાદ’ અને ‘ગજની’ જેવી ફિલ્મોમાં જાેવા મળ્યો છે. આ સાથે તે વેબસિરીઝ ‘સનફ્લાવર’ અને ‘તાંડવ’માં પણ જાેવા મળ્યો હતો.


