Gujarat

રાજકોટમાં ધુમ્મસભર્યા વાતાવરણથી રવિ પાકને નુકશાન થવાની ભીતિ

રાજકોટ
રાજકોટ જિલ્લામાં ચાલુ વર્ષે પુષ્કળ શિયાળુ વાવેતર થયું છે તેમા ખાસ કરી જીરું ,ચણા અને ધાણાનું વાવેતર જંગી પ્રમાણમા થયું છે પરંતુ આ વખતે ઘણા સમયથી શિયાળાની ઋતુમાં વારંવાર વાતાવરણ પલટો અને માવઠું થયું છે તેની અસર શિયાળુ પાકમા થઈ હોવાથી જીરું, ચણા, ધાણા સહિત પાકોને વ્યાપક નુકશાન થયાનું જાેવા મળી રહ્યું છે.કેટલાક વિસ્તારમા જીરું પાકમા સુકારો આવતા પાક મહદઅંશે નાશ થયો છે અને ચણાના પાકમા ખરવાને થઈ જવાને કારણે પાક ફેલ થઈ રહ્યા છે. ધાણાના પાકમા ફૂલને નુકસાન થયું છે ત્યારે ધરતીપુત્રો મૂંઝાયા છે. ગોંડલમાં આજે સવારથી સૂર્યદેવ વાદળોમાં છૂપાયેલા રહેતા વાદળીયા માહોલમાં હવામાં ભેજના વધારા સાથે ઠંડો પવન ફુંકાવો શરૂ થતા દિવસભર ટાઢોડુ રહેતા લોકોએ સ્વેટર, ટોપી, શાલ, મફલરનો સહારો લેવો પડયો હતો. ઠંડકથી રાજકોટ મહાનગરમાં હીલ સ્ટેશન સમા દ્દશ્યો જાેવા મળ્યા હતા. જેતપુરમાં આજે પરોઢીયેથી માંડી સવાર સુધી ગાઢ ધુમ્મસ છવાતા લોકોએ આહલાદક વાતાવરણનો અનુભવ કર્યો હતો. સવારમાં ધુમ્મસની ચાદર છવાતા રોડ-રસ્તા ઉપર દૂરથી જાેવાનું મુશ્કેલ બન્યું હતું. ગાઢ ધુમ્મસના પગલે નયનરમ્ય વાતાવરણ સર્જાયું હતું. જેના કારણે સવારે ઠેર-ઠેર ઠંડીનો પણ અહેસાસ થયો હતો.રાજકોટ જિલ્લામાં છેલ્લા ૪ દિવસથી ઠંડીનું જાેર ઘટ્યું છે ગાઢ ધુમ્મસ છવાયેલું જાેવા મળે છે. ગોંડલ અને વિરપુરમાં ૧૦૦ ફૂટ દૂર વસ્તુ કે વાહન ન દેખાય તેવું ગાઢ ધુમ્મસ છવાયું હતું. આથી હાઈવે અને શહેરમાં વાહનચાલકોએ ફરજીયાત હેડલાઈટ ચાલુ રાખવાની ફરજ પડી હતી.જિલ્લામાં આવેલી આ ઝાકળને કારણે રવિ પાક,ચણા,ધાણા,જીરું સહિતના પાક ઉપર જાેખમ ઊભું થતાં ખેડૂતો ભારે ચિંતામાં મુકાઈ ગયા છે.

Damage-to-crops-including-foggy-weather-sun-crops-chickpeas-coriander-cumin.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *