વડોદરા
તાજેતરના ૭૩મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી પારૂલ યુનિવર્સિટી માટે કંઇક ખાસ જ હતી. પારૂલ યુનિવર્સિટીના વિદ્યાર્થી અને એનસીસી કેડેટની ભારતીય નૌકાદળમાં પસંદગી થઇ છે. સીડીએસઇ ૨૦૨૧માં ઓલ ઇન્ડિયા ૩૧મી રેન્ક મેળવી ગૌતમ ઝાએ ભારતીય સશસ્ત્ર દળોમાં પોતાની સફરની શરૂઆત કરી છે. પારૂલ યુનિવર્સિટીના આર્મ્ડ ફેર્સિસ મોટિવેશનલ સેલના અનુભવે તેમને તેમના ચારિર્ત્ય અને શિસ્તને એવી રીતે વિકસાવવામાં મદદ કરી કે જે સશસ્ત્ર દળોમાં કારકિર્દીને સંતોષી શકે. મિકેનિકલ એન્જિનિયરિંગના અંતિમ વર્ષ દરમિયાન, ગૌતમે સંરક્ષણ પરીક્ષાઓ માટેની તૈયારીઓ શરૂ કરી હતી. માર્ચ મહિનામાં ગૌતમે તેની સંયુક્ત સંરક્ષણ સેવાઓની પરીક્ષા આપી હતી. જે તેણે શ્રોષ્ઠ રીતે પાસ કરી હતી. ત્યાર બાદ તેની વિશાખાપટ્ટનમ ખાતે એનસીબી માટે પસંદગી થઇ હતી. ઓગસ્ટ મહિનામાં તેનું તબીબી પરિક્ષણ કરાયું હતું જેમાં પણ તે ફિટ હોવાનું પરિણામ આવ્યું હતું. યુપીએસસી અને સીડીએસઇ પરીક્ષા માટે મેરિટ જાહેર થયું. જેમાં ગૌતમ નેવલ એકેડેમી માટે ઓલ ઇન્ડિયા રેન્ક ૩૧ સાથે ઉર્તિણ થયો હતો. જે વાતનું આજે અમને ગર્વ છે. તેમ પારૂલ યુનિવર્સિટીના આર્મ્ડ ફેર્સિસ મોટિવેશનલ સેલના ડિરેક્ટર કમાન્ડર સંજય શર્માએ જણાવ્યું હતું. મારા અંતિમ વર્ષ દરમિયાન, મેં યુપીએસસી આયોજિત સંયુક્ત સંરક્ષણ સેવાઓની પરીક્ષા તરીકે ઓળખાતી સંરક્ષણ પરીક્ષાની તૈયારી કરવાનું શરૂ કર્યું હતું. પારૂલ યુનિવર્સિટીમાં આર્મ્ડ ફેર્સિસ મોટિવેશનલ સેલ મારા અને અન્ય સશસ્ત્ર દળોના ઉમેદવારો માટે આ સંરક્ષણ પરીક્ષા માટેના ખાસ કોચિંગનું આયોજન કરાયું હતું. માત્ર તૈયારીના અવકાશની બહાર, આ કાર્યક્રમમાં ભાગ લેવાથી મને માર્ગદર્શક કમાન્ડર સંજય શર્મા તરફથી સતત પ્રેરણા મળે છે. યુનિવર્સિટીમાં અનુભવી નિષ્ણાંતોની એક ટીમ છે. જેઓ સશસ્ત્ર દળોનું સમૃદ્ધ જ્ઞાન ધરાવે છે. જેમકે કમાન્ડર સંજય શર્મા જે વિદ્યાર્થીઓને પ્રવચનો અને અન્ય પ્રવૃત્તિઓ દ્વારા માર્ગદર્શન આપે છે. આ કોર્સ જીવનના તમામ ક્ષેત્રોમાં નેતૃત્વ પ્રદાન કરવા માટે સંગઠિત, પ્રશિક્ષિત અને પ્રેરિત યુવાનોના માનવ સંસાધનનું નિર્માણ કરે છે. તે ઉપરાંત રાષ્ટ્રની સેવા માટે હંમેશા પ્રોત્સાહીત કરે છે. મારા રાષ્ટ્રની સેવા કરવાના સ્વપ્નને સાકાર કરવામાં મને મદદ કરવા બદલ હું પારૂલ યુનિવર્સિટી અને ફેર્સિસ મોટિવેશનલ સેલનો આભાર માનું છું. પારૂલ યુનિવર્સિટીના પ્રમુખ ડો. દેવાંશું પટેલે જણાવ્યું હતું કે, ગૌતમ ઝાએ સશસ્ત્ર દળો દ્વારા રાષ્ટ્રની સેવા કરવા માટેની તેમની પ્રતિબદ્ધતા માટે કરેલા નોંધપાત્ર પ્રયાસો પર અમને ખરેખર ગર્વ છે. અમારા પ્રયાસો વિદ્યાર્થીઓને શિક્ષણ કરતાં ઘણું વધારે આપવા માટે પ્રતિબદ્ધ છે.


