વિજ જોડાણનું બિલના પૈસા રીકવરી કરવા ગયેલા ત્યારે લોખંડના પાઇપ વડે શખ્સે હુમલો કર્યો હતો…
ઊનામાં એસ ટી કોમ્પલેક્ષમાં પાનની દુકાન ધરાવતા વિજ ગ્રાહકનું વિજ જોડાણ બીલ બાકી હોય પીજીવીસીએલના અધિકારી, કર્મચારી ઉઘરાણી કરતા ગ્રાહકે પૈસા આપવાની ના પાડતા અધિકારીએ વિજ જોડાણ કાપવાની કાર્યવાહી શરૂ કરતા શખ્સે અધિકારી ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કરી માથાના મૂઢ ઇજા કરતા આ બાબતે પોલીસમાં ફરજ રૂકાવટની ફરીયાદ નોધાતા કેઇસ ઉના કોર્ટમાં ચાલી જતાં શખ્સને ૬ માસની સજા ફરકારી હતી.
ઊના બસ સ્ટેશન સામે એસ ટી કોમ્પ્લેક્ષમાં શ્રીજી ગ્રીન સેન્ટર પાનની દુકાન પર વિજગ્રાહક જેન્તીતભાઇ ભાણજીભાઇનું વિજ જોડાણ હોય અને તેના બાકી રહેલ બીલના રૂ.૧૪,૯૨૦ ની ઉઘરાણી કરવા પીજીવીસીએલના ડે.એન્જીનિયર એન. વિ. પરમાર સહીતના કર્મચારીઓ ગયેલ હતા. અને રીકવરી માટે અને બાકી રીકવરી પૈસા ના આપતા વિજ જોડાણ કાપી નાખવા એન વી પરમારે જણાવતા ઉશ્કેરાઇ ગયેલ રાજેશ ઉર્ફે રાજુએ બાકીના પૈસા આપવાની ના પાડી હતી. અને એન વી પરમાર ડે.એન્જીનિયર તેમજ તેની સાથે રહેલા કર્મચારીઓએ વિજ જોડાણ કાપવાની કાર્યવાહી શરૂ કરતા રાજેશ ઉર્ફે રાજુ જેન્તી પરમારએ લોખંડનો પાઇપ માથામાં મારી મુંઢ મારમારી દીધેલ હતો. તેમજ અશોક બચુ મૈયાએ ઝાપટ મારતા આ બાબતે પીજીવીસીએલના અધિકારીએ બન્ને શખ્સો વિરૂધ ફરજ રૂકાવટની પોલીસમાં ૩૩૨/૧૧૪ તથા બીએ ૧૩૫ સહીતનો ગુન્હો નોધાયેલ. આ અંગેનો કેઇસ ઉના નામદાર કોર્ટના જજ વિ.જી.રાણા ની કોર્ટમાં ચાલી જતાં ફરીયાદી પક્ષે વકીલ જે એન સખનપરાની ધારદાર રજુઆતને ધ્યાને રાખી આરોપી રાજેશ ઉર્ફે રાજુને ૬ માસની સજા તેમજ રૂ. ૫ હજારનો દંડ ફટકારવામાં આવેલ છે. જ્યારે અશોક બચુ મૈયા નિર્દોષ છુટેલ હતો.
