Gujarat

ગીરગઢડાના ખીલાવડના રેવન્યુ મંત્રી અરજદારોને ગેરમાર્ગે દોરી હેરાન પરેશાન કરી ધક્કા ખવડાવતા હોવાનો આક્ષેપ

ગીરગઢડાના ખીલાવડ ગામના રેવન્યુ મંત્રી દ્રારા અરજદારોને જરૂરીયાત ખેતીવાડી રોજકામ તેમજ પેઢીનામુ સહીતની કામગીરી કરવાની હોય પરંતુ આ મંત્રી પોતાની મનમાની રીતે ગામ લોકોને ખોટા ગેરમાર્ગે દોરી અવાર નવાર ધક્કા ખવડાવી હેરાન પરેશાન કરતા રેવન્યુ મંત્રી સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી અલ્પેશભાઇ વિનુભાઇ ગલચરે ગીરગઢડા મામલતદારને લેખિત રજુઆત કરી માંગણી કરેલ છે.
ખીલાવડ ગામના રેવન્યુ મંત્રી એમ બી કલઝારીયાને ગીરગઢડા તાલુકાના જુના ઉગલા, નવા ઉગલા, ખીલાવડ, ઇટવાયા, કાંધી સહીતના ગામની કામગીરી સોપવામા આવેલ હોવા છતાં ગામમાં ડોકાતા ન હોવાથી અરજદારોને જરૂરી ખેતીવાડી રોજકામ, પેઢીનામુ સહીતના કામ અટકી જાય છે. અને અરજદાર રેવન્યુ મંત્રીને ફોન કરે તો અરજદારોને તાલુકા પંચાયત કચેરીએ બોલાવી અને મંત્રી પોતે બહાર હોવાનું બહાનું ધરી દેતા લોકોને અવાર નવાર ધરમના ધક્કા ખવડાવી હેરાન પરેશાન કરવામાં આવે છે. આથી લોકો અરજદારો હેરાન પરેશાન થતા કંટાળી જતાં આ બાબતે ગામના જાગૃત યુવાનએ લોકોની પરેશાનીને ધ્યાને રાખી રેવન્યુ મંત્રી એમ. બી. કણઝારીયા વિરૂધ્ધ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ સાથે ગીરગઢડા મામલતદારને રજુઆત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *