,
છોટા ઉદેપુર જિલ્લામાં વસતા આદિવાસી સમાજમાં પોષ મહીના થી જૂન મહિના સુધી માં આદીવાસીઓ આસ્થાભેર દેવ ની પેઢીઓ બદલવાની સાથે વરસાદનાં દેવ ઈન્દ દેવ ની પૂજા વિધી કરતાં હોય છે. આ પરંપરા મુજબ છોટા ઉદેપુર નાં ઝોજ ગામ પાસે આવેલા લગામી ગામના લોકો ગામની સુખાકારી માટે રૂપિયા પાંચ લાખનો ફંડ ફાળો એકઠો કરીને 35 વર્ષ બાદ દેવીની પેઢી બદલવાની પરંપરા ને બખૂબી નિભાવી છે..
આદિ અનાદી કાળથી આદિવાસીઓ પ્રકૃતિ પૂજા માં માનતા હોય , આ પરંપરા મુજબ લગામી ગામનાં લોકો ભેગા મળી ગામની સીમમાં સ્થાપિત 86 જેટલાં દેવી દેવતા ઓની પેઢી બદલવાની પરંપરા મુજબ કાળુ રાણા દેવ , કુળ દેવી રાણી કાજોળ, કુંદુ રાણા, બાબા ભેંસા, ગોવાળિયા દેવ, સીમ દેવ સહીત 86 જેટલાં દેવી દેવતા નાં દેવ પ્રતીકો સાગના લાકડામાંથી ઘડી ને , તેમજ માટી માંથી ઘડવામાં આવેલાં ઘોડાં ની વિધિવત્ રીતે પૂજા વિધિ કરી છે,
દેવ માંડવાના ની સાંજે ગામ લોકો ઢોલ માંદલ સાથે નાચગાન કરતાં ગામની સીમમાં કણભાં ની 5, કડલાં ની 11 ના ઝાડ ની પુજા વિધી કરી ને કુલ 16 જેટલી ડાળો કાપવાની પ્રકૃતિ ની વિનંતી કરી કાપવામાં આવેલ ડાળખી ઓને અધ્ધર ઝીલવી લેવામાં આવે છે, અને આ ડાળખી ઓને નાચતાં નાચતાં અખાડા ઉપર લાવવામાં આવે છે પાંચ વાર ઉલ્ટી અને સીધી નચવવામાં આવે છે જે ડાળો ને વધાવી ને ડાંગર ની પૂંજ પાડી ને રોંપી ને પાટલા દેવ, અને જવારા ઉપર અડદ નાં ઢેબરાં ને ભીંડી નાં ફેલિયા થી પ્રત્યેક ડાળો ઉપર બાંધવામાં આવ્યાં બાદ બળવા દ્વારા ઢાંક થી ઘાયના રૂપી કથા કરવામાં આવે છે
ગામ લોકોએ સહીત આજુ બાજુ ના ગામનાં લોકો આખી રાત નાચગાન કરી સવારે નાચતાં નાચતાં ડાળો નું વિસર્જન કરવામાં આવે છે,
ગામ માં એક સપ્તાહ પૂર્વે થી જવારા વાવ્યા હોય ત્યાર થી આખા ગામના લોકો માત્ર બાફેલું અને માત્ર નમક વાળુ જ ભોજન જમે છે અને પથારી પણ નીચે કરવાની બાધા રાખે છે ,
વિસર્જન કર્યા બાદ બધા માંથી મુક્તિ મેળવી આખું ગામ સામૂહિક રીતે જમી ને બાધા માંથી મુક્ત થઈ ને રાબેતા મુજબ નું જીવન પૂર્વવત કરે છે

