Gujarat

સાવરકુંડલા ખાતે હાથસણી રોડ પર આવેલ માનવમંદિર ખાતે હાથસણી ગામનાં ગ્રામજનોએ આશ્રમમાં વિવિધ સેવા કાર્યો કર્યા..

સાવરકુંડલા. તા..
(બિપીન પાંધી દ્વારા)
તારીખ ૧૨-૨-૨૦૨૨ ના રોજ સાવરકુંડલા શહેરનાં માનવમંદિર ખાતે હાથસણી ગામનાં ગ્રામજનો એ સેવાદાન કર્યું. હાથસણી ગામનાં મગનભાઈ હીરપરા, હરેશભાઈ હીરપરા, ધનાભાઈ હીરપરા, હિંમતભાઇ શીંગાળા, માધાભાઈ રામોલીયા, સંજયભાઈ સોવટીયા તથા બાઘાભાઈ ભરવાડે માનવમંદિર ખાતે વિવિધ સેવા કાર્યો કરેલ. આમ પણ સાવરકુંડલા માનવમંદિરના સંત પૂ.ભક્તિબાપુ પણ આ સંસ્થાની દેખભાળ પૂરા ખંતથી ઘરની જેમ કરે છે. આ મનોરોગી બહેનોની સારસંભાળ રાખવી એ પણ ખરેખર પડકારજનક કાર્ય છે. માનવમંદિરમાં ગૌશાળાને સંલગ્ન વૃક્ષોની જાળવણી ફૂલ છોડની ક્યારીની સફાઈ કરવી પાણી પાવા, આશ્રમમાં ભોજન પિરસવું વગેરે સેવા કરી હતી..આમ હાથસણી ગામ પણ હવે માનવમંદિર ખાતે સેવા કરવા માટે અગ્રેસર બનતું જોવા મળે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *