Gujarat

છોટાઉદેપુર આમ આદમી પાર્ટી દ્વારા છોટાઉદેપુર પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા ને આવેદન પત્ર આપવામાં આવ્યું

છોટાઉદેપુર જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ અને ગુજરાત એસટી નિગમ ના  ચેરમેન અને હાલના પ્રદેશ આદિજાતિ સેલના ઉપપ્રમુખ એવા જશુભાઈ ભીલ એમને કંડક્ટરની ભરતી માટે છોટાઉદેપુર જિલ્લાના એક યુવાન પાસેથી પૈસા લીધા હતા અને પૈસા લીધા હતા તે સ્વીકારે છે  અને વિડિઓ માં એ કબૂલે છે  છોટાઉદેપુર જીલ્લા આમ આદમી પાર્ટીની માગનીએ છીએ કે જશુભાઈ ભીલ એક યુવાન સિવાય ઘણા બધા લોકો પાસેથી પૈસા લીધા હોય શકે છે અને ચોવીસ કલાક એ સરકારી ગેસ્ટ હાઉસમાં રહેશે ત્યાંથી આ કારોબાર કરે છે અને એ વીડિયોમાં એવી પણ ધમકી આપે છે કે 56ની છાતીવાળા છે અને યુવાન વધારે બોલે તો તેના પૈસા પણ નહીં આપે અને આ પૈસા ગાંધીનગરમાં  કોઈક ને આપ્યા છે અને ત્યાંથી લઈને તેમને પાછા આપવાના છે તેવું કબૂલે છે છોટાઉદેપુર જીલ્લા આમ આદમી પાર્ટીની માંગણી એ છે કે જશુભાઈ ને બીજેપી એ  સસ્પેન્ડ કર્યા છે અને બીજેપીએ ઇનડાયરેક્ટ સ્વીકારી લીધું છે કે જશુભાઈ કૌભાંડ કર્યું છે જો તેને કૌભાંડ કર્યો હોય તો માત્ર એક વ્યક્તિ ના હોય બીજા પાસેથી પૈસા લીધા હોય અને છોટાઉદેપુર જીલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જણાવેલ હતું જશુભાઈ ભીલ સામે એફ.આઈ.આર કરવામાં આવે અને એની તપાસ કરવામાં આવે કે આ પ્રકારના પૈસા કેટલા લોકો પાસેથી પણ લીધા છે અને ગાંધીનગરમાં કોને કોને પહોંચાડે છે તે સઘન તપાસ કરવામાં આવે જેથી ગુજરાતની ભરતીઓ  મહિનાઓમાં અને વર્ષોમાં જે કૌભાંડ ચાલી રહ્યા છે એ એલ આર ડી ની ભરતી હોય કે બીજી કોઈપણ ભરતી હોય  તેવું આપ પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રોફેસર અર્જુનભાઈ રાઠવાએ જણાવ્યું હતું
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220214-WA0031.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *