Gujarat

તાલાલા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ની ચુંટણી દરમિયાન સતત ચોથી ટમૅ મા પ્રમુખ / મહામંત્રી ની બિનહરીફ વરણી…

  ગિરગઢડા તા 15
   ભરત ગંગદેવ
તારીખ – ૧૨/૦૨/૨૦૨૨ તાલાલા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ની સામાન્ય ચુંટણી હરીપુર- ગીર  (સોમનાથ ફાર્મ હાઉસ) મુકામે ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ના સિનિયર ઉપપ્રમુખ  દેવાભાઈ સોલંકી ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ.
અતિથિ વિશેષ તરીકે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ કોષાધ્યક્ષ  રામસીભાઈ પંપાણીયા, ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ખજાનચી  ભરતભાઈ ચિરોલીયા,  ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ કોષાધ્યક્ષ  દેવાભાઈ વિરડા ખાસ હાજર રહ્યા..
ફરી ચોથી ટમૅ મા તાલાલા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે પરબતભાઈ ચાંડેરા અને મહામંત્રી તરીકે મયુરભાઈ વસોયા ની બિનહરીફ વરણી કરવામાં આવી તેમજ તમામ નવી ટીમની નિયુક્તિ કરવામાં  આવી છે ત્યારે તાલાલા તાલુકા પ્રાથમિક શિક્ષક પરિવાર નો તમામ હોદ્દેદારો વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો
હોદેદારો એ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે સંગઠન એ સમય ની તાતી જરૂરીયાત છે, સંગઠન ચાલતુ નથી પણ સંગઠન ચલાવવાનુ હોય છે તેમજ સંગઠનમા વિશ્વાસ એ મહત્વનો પાયો છે, તાલાલા તાલુકા પ્રાથમિક શિક્ષક સંગઠન ખૂબ મજબૂત અને સતત કાર્યરત છે એવુ પણ જણાવેલ. સંગઠનની સાથે સાથે શિક્ષણ ની ગુણવત્તા પર વધુ ભાર મૂક્યો હતો કે જેમા છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી ને કારણે સૌથી વધુ અસર થઈ હોય તો તે શિક્ષણ પર જોવા મળી છે ત્યારે બાળકો ના શિક્ષણ કાર્ય મા વધુ વેગ આપીને એક ચોક્કસ દિશા મા કામ કરવા આહવાન કરવામાં આવ્યુ. સંગઠન અને શિક્ષણ ની ચર્ચા વિચારણા બાદ સૌએ ભોજન લીધું હતું અને બાદમાં છુટ્ટા પડયા…
જય શિક્ષક….જય બાળક….જય સંગઠન

IMG-20220213-WA0200.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *