Gujarat

ઉપલેટામાં ગાન્ડા નિરાધાર લોકોને જમવાનું આપતા લોકોની કમી નથી કળયુગમાં પણ માનવતા હજુ જીવત છે

 

અત્યારે ભયંકર કોરોના જેવી વૈશ્વિક મહામારી ચાલી રહી છે ત્યારે લોકો પોતાની હેસિયત હોય તેટલુ ગરીબ વસાહતમાં જઈ અને રાસન કીટનું તેમજ બીજી જમવાની વસ્તુઓ આપે છે. ખરેખર લોકડાઉનના 50 થી વધારે દિવસો પુરા થયા છે, ત્યારે સામાજિક સંસ્થાઓએ પણ હવે લોકોને આપવાનું ઓછું કરી નાખ્યું છે, હાલમાં એક એવી વ્યક્તિ ઉપલેટામાં છે. કે જે લોકો ગાન્ડા છે જેમને કોરોના અથવા વૈશ્વિક મહામારી શું છે તેનું ભાન નથી જે લોકોને ખરેખર પોતે કોણ છે તેનું પણ ભાન નથી, એવા માનસિક અપંગ લોકોને સતત 50 થી વધુ દિવસથી રોજ ગાઠીયા અને સાથે ગુંદી મોહનથાળ અથવા બીજી કોઈપણ મીઠાઈ પોતાની જાતે બનાવી અને આવા લોકોને જમવાની વ્યવસ્થા કરી આપે છે કે જેને માણસ અને પશુમાં પણ ફર્ક નથી દેખાતો ખરેખર આવા નિરાધાર લોકોને જમાડી અને પોતાને નસીબદાર માની રહ્યા છે, જેને નથી કોઈપણ પ્રકારની નામનાની લાલસા નથી કે નથી પોતાને હાઈલાઈટ થવું ખરેખર આવા લોકોને ધન્ય છે

રિપોર્ટ:-વિપુલ ધામેચા ઉપલેટા

IMG-20200518-WA0007.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *