રીપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
મહિસાગર જિલ્લાના બાલાસિનોર મુકામે એકતા ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ રિયાઝ શેખ દ્વારા ઘણા સમયથી દિવ્યાંગોના વારે આવેલા છે સમાજ સુરક્ષાને લગતી તમામ યોજનાઓ દિવ્યાંગોને પહોંચાડે છે જેમ કે મેડિકલ કેમ્પ યુડીઆઇડી કાર્ડ સાધન સહાય યોજના લોન યોજના તથા તેમના ટ્રસ્ટ તરફથી કોરોના કાળ ના સમયગાળામાં દિવ્યાંગોને માસ્ક બનાવવાનું કામ આપ્યું હતું અનાજની કીડો પૂરી પાડી હતી 26 જાન્યુઆરી ના દિવસે બ્લેન્કેટ વિતરણ કર્યું હાથલારી નું વિતરણ કર્યું હતું અને આજરોજ દિવ્યાંગોને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું તેમાં ઉપસ્થિત મુખ્ય મહેમાન મહિસાગર જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી રેણુકા બેન એકતા ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ ગુજરાત પ્રદેશ લઘુમતી મોરચાના સ્હ્ કાર્યાલય મંત્રી રિયાઝ શેખ મહિસાગર જિલ્લા લઘુમતી મોરચાના પ્રમુખ અલ્તાફ હાજી બાલાસિનોર લઘુમતી મોરચાના પ્રમુખ મકસૂદ પઠાણ તમામ કાર્યકર્તા ઓ હાજર રહ્યા હતા


