Gujarat

ખેલકુદ માં રુચિ ધરાવતા 9 વર્ષથી લઈ 70 વર્ષના ખેલ રસિકો માટેના ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટે નોંધણી માટેના કર્ટેન રેઇઝર પોર્ટલનો ગુરુવારે સાંજે મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે કરેલ શુભારંભ કાર્યક્રમ ને દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ થી છોટાઉદેપુર જિલ્લા અને તમામ તાલુકાઓમાં ખેલાડીઓએ નિહાળ્યો હતો

     દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન એવા 11 માં કખેલ મહાકુંભ માં ભાગ લેવા માટેની નોંધણી માટેના કર્ટન રેઇઝર પોર્ટલનો આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે એક વિશેષ કાર્યક્રમ યોજી શુભારંભ કરાવ્યો  જેનું છોટાઉદેપુરની એસ એફ હાઈસ્કૂલ ખાતે અને તમામ તાલુકાઓમાં દ્રશ્ય શ્રાવ્ય ના માધ્યમથી પ્રકાશિત કરવામાં આવ્યું હતું ,એસ એફ હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમ મા જિલ્લા ભાજપ મહામંત્રી અને પૂર્વ ધારાસભ્ય પ્રો.શંકરભાઇ રાઠવા, ગુજરાત માઘ્યમિક શિક્ષણ બોર્ડના ડિરેક્ટર મુકેશ ભાઈ પટેલ સહિત જીલાના સિનિયર કોચ દિનેશભાઇ ભીલ અને જિલ્લા રમત ગમત  અધિકારી લક્ષ્મણસિંહ ચૌહાણ તેમજ નાના મોટા અલગ અલગ રમતોમાં રુચિ ધરાવનાર રમતવીરો ઉપસ્થિત રહયા હતા,રમત ગમત એ વ્યક્તિ ને પોતાના સ્વાસ્થ્ય ની સાથે તેના જીવનમાં કેવી રીતે મહત્વનું છે તે બાબતે  મુખ્યમંત્રી અને રમત ગમત મંત્રી હર્ષ સંઘવીએ પોતાના વક્તવ્યમાં રામતવીરોને પ્રોત્સાહિત કર્યા હતા,મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું કે સુરાજ્ય બાદ દેશ હવે સ્વસ્થ રાજ્ય તરફ આગળ વધી રહ્યું છે , છોટાઉદેપુર ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત ભાજપના જીલા મહામંત્રી પ્રો.શંકર રાઠવાએ ખેલ મહાકુંભ ને અંતરિયાળ વિસ્તારના ખેલાડીઓ માટે ખેલ પ્રતિભા આગળ માટેનું પ્લેટ ફોર્મ ગણાવ્યુ હતું, તો જિલ્લાના સિનિયર કોચ દિનેશભાઇ ભીલે ખેલ મહાકુંભ થકી છોટાઉદેપુર જિલ્લાના ખેલાડીઓ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએજ નહિ પરંતુ આંતર રાષ્ટ્રીય કક્ષાએ પણ નામના મેળવી છે અને ભવિષ્યમાં રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય કક્ષાએ વધુ નામના મેળવશે તેવી આશા સેવી હતી.જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તારના રમતવીરો મોટી સંખ્યામાં પોતાની રુચિ મુજબની રમતમાં હિસ્સો લેવા માટે આ પોર્ટલ દ્વારા રજિસ્ટ્રેશન કરાવે તેવી અપીલ કરી છે.

IMG-20220217-WA0080.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *