ઊનાના સામતેર આંગણવાડી સામે દરવાજાની બાજુમાંજ મસમોટું ગાંડા બાવળનું ઝાડ ઉગી નિકળેલ હોય હાલ આંગણવાડી શરૂ થતાં બાળકો આવતા હોય છે. ત્યારે આ બાવળના ઝાડને કારણે બાળકો હેરાન પરેશાન થવુ પડતુ હોય આથી આ ઝાડને તાત્કાલીક દૂર કરવા અને આંગણવાડી કેન્દ્રમાં બાળકો માટે પાણી તેમજ લાઇટની પણ વ્યવસ્થા ન હોવાથી બાળ વિકાસ સંકલન અધિકારી સામે વાલીઓમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. આંગણવાડીમાં આવતા બાળકોને ધ્યાને રાખી ઝાડને દૂર કરી ઘટતી વ્યવસ્થા પુરી પાડવા વાલીઓની માંગ ઉઠવા પામેલ છે.
