Gujarat

સાવરકુંડલામાં નિઃસંતાન વૃદ્ધાએ ૪૨ લાખ હોસ્પિટલને દાનમાં આપ્યા

સાવરકુંડલા
સાવરકુંડલામા શિવાજીનગરમા રહેતા લાભુબેન ગોવિંદભાઇ ઠુંમરના પતિનુ ૧૨ વર્ષ પહેલા અવસાન થયુ હતુ. તેમને સંતાન ન હોય હાલમા આ વૃધ્ધા એકલા જ રહે છે. પતિના ભાઇઓએ તેમના ભાગમા આવતી રૂપિયા ત્રણેક કરોડની કિમતની જમીન લાભુબેનને તેમના હક પ્રમાણે આપી દીધી હતી. આ ઠુંમર પરિવાર ધાર્મિક વૃતિ ધરાવે છે અને તેમના ભાઇઓનો પરિવાર પણ લાભુબેનના હકનુ કશુ લેવા માંગતો નથી. જેથી લાભુબેને પોતાની જેટલી પણ સંપતિ છે તે મૃત્યુ પહેલા દાનમા આપી દેવા ર્નિણય કર્યો છે. અગાઉ તેમણે અહીના સ્વામીનારાયણ મંદિરમા રૂપિયા ૫૧ લાખના ખર્ચે સોનાનુ સિંહાસન બનાવી આપ્યુ હતુ. આ ઉપરાંત આઠ લાખની કિમતનો સોનાનુ મુકુટ પણ બનાવી આપ્યો હતો. આ પુર્વે તેમણે ઉષામૈયાના આશ્રમમા રૂપિયા એક લાખ આપ્યા હતા. ઉપરાંત અહીની ગૌશાળામા રૂપિયા ૧.૨૫ લાખ નિરણ અને ચણના, ચારોડીયા ગામે કુળદેવીના મંદિર માટે રૂપિયા ૭ લાખ દાનમા આપ્યા હતા. અને ગત સપ્તાહે તેઓ અહીના લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિરની મુલાકાતે ગયા હતા.આ હોસ્પિટલ કોઇ ચાર્જ વગર લોકોની સારવાર કરતી હોય તેમણે હોસ્પિટલમા રૂપિયા ૪૨ લાખનુ દાન આપી દીધુ હતુ. લાભુબેન પોતાની જુદાજુદા સ્થળે આવેલી જમીન વેચતા જાય છે અને પોતાની મરજી મુજબ દાન આપતા જાય છે. તેઓ પોતાની પાસે કોઇ રોકડ કે દાગીના રાખતા નથી. જમીન વેચાણનુ જે ઉપજે તે રકમ દાનમા આપી દે છે. મારા ભત્રીજઓ મારૂ કશું લેવા તૈયાર નથી. તેઓ કહે છે તમારે જયાં વાપરવા હોય ત્યા વાપરો જેથી મે મારી મરણ મુડી થોડી બેંકમા રાખી છે. બાકીની તમામ સંપતિ દાનમા આપી દઇશ. લાભુબેન ટુંક સમયમા સ્વામીનારાયણ મંદિરે પાટોત્સવની સાથે કથા કરવા માંગે છે. જે માટે તેમણે ૧૦ લાખ અલગ મુકયા છે. ઉપરાંત તેમણે જીવતા જગતીયુ કરી મોટા જમણવાર માટે પણ વિચાર કરી રાખ્યો છે.સાવરકુંડલાના એક વૃધ્ધા ગત સપ્તાહે અહીના લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિરમા પહોચ્યા અને નિઃશુલ્ક સેવા આપતી આ હોસ્પિટલમા પોતાની મરણ મુડીમાથી રૂપિયા ૪૨ લાખ દાનમા આપી દીધા. આ વૃધ્ધા પોતાની પાસે જેટલી પણ મરણ મુડી છે તે તમામ જુદાજુદા સ્થળે દાનમા આપી રહ્યાં છે.

Donated-Rs-42-lakh-to-the-hospital.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *