Gujarat

ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોનેકિસાન સન્માન નિધિ યોજનાનોલાભ

મેળવવામાં મુશ્કેલીઓ નિવારવામાટે જિલ્લા પંચાયનાપ્રમુખશ્રીનો સંપર્ક કરવો અહેવાલ સોની હરેશભાઈ સતીકુંવર વેરાવળ 

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી નેતૃત્વમાં કેન્દ્ર સરકારે કિસાન સન્માન નિધિ યોજના અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ નાના તથા સિમાંત ખેડૂતોને વાર્ષિક રૂ.૬૦૦૦ની સહાય આપવામાં આવી રહી છે. આ યોજનાથી ખેડૂતોને આર્થિક ટેકો પણ  મળ્યો છે. આ યોજનાના લાભ મેળવવા માટે  ખેડૂતોએ નવી અરજી કરવા કે કરેલ અરજીમાં સુધારો કરવા માટે સંબંધિત તાલુકા વિસ્તરણ અધિકારીનો સંપર્ક કરવાનો રહેશે. તેમજ કોઈ કારણોસર આ ખેડૂતોને આ યોજના સંદર્ભે પ્રશ્નનો નિકાલ ન આવે તો જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ રામીબેન બચુભાઈ વાજાનો રૂબરૂ સંપર્ક કરી શકાશે. અથવા જિલ્લા પંચાયત ગીર સોમનાથના મો. ૮૨૦૦૭૬૨૬૬૬ પર સંપર્ક કરવાનો રહેશે. તેમ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *