Gujarat

ઉપલેટાના કોલકી ગામમાં હાલારી ગધેડાનું સરક્ષણ કરવા તેમજ લોકજાગૃિતિ માટે કાર્યકમ યોજવામાં આવ્યો.ગુજરાતમાં પ્રથમ વાર ગધેડાનાં સરક્ષણ માટે શ્રીમંત (ગર્ભધારણ સંસ્કાર)કાર્યકમ યોજવામાં આવ્યો હોય તેવો કિસ્સો સામે આવ્યો છે.

હાલારી ગધેડો એ સૌરાષ્ટ્રના મહત્વના  પૈકીનું એક છે અને તે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જોવા મળે છે . આ જિલ્લાના પરંપરાગત પશુપાલક સમાજો ભરવાડ અને રબારીએ હાલારી ગધેડાને ઉછેરવામાં અને જાળવવામાં વ્યાપક રીતે પોતાનું યોગદાન આપ્યું છે અને તેઓ ખાસ કરીને સ્થળાંતર દરમિયાન ગધેડાનો માલવાહક પશુ તરીકે ઉપયોગ કરે છે .
શ્રીમંત ( ગર્ભધારણ સંસ્કાર ) ભારતીય કૃષિ સંશોધન પરિષદ ( ICAR – NBAGR ) દ્વારા હાલારી ગધેડાની જાતિને ભારતની એક અલગ ગધેડાની જાતિ તરીકે માન્યતા આપવામાં આવી છે . પરંતુ આ દૂર્લભ જાતિ લુપ્ત થવાના આરે છે .હાલારી ગધેડાના દૂધના વેચાણ માટેના પ્રયત્નો કરવામાં આવ્યા છે,જેનું આરોગ્યની દ્રષ્ટીએ ઉપચારમાં મૂલ્ય હોવાનું કહેવાય છે અને તે વૈજ્ઞાનિક રીતે સાબિત થયું છે . તેમ છતાં ,મૂળ ટ્રેકમાં જાતિની વસ્તીને ટકાવવા માટે ઘણા પ્રયત્નોની જરૂર છે .
શ્રીમંત ( બેબી શાવર ) એ માતાને આશીર્વાદ આપવા અને જન્મ થનાર ‘ ખોલકાનું સ્વાગત કરી ઉજવણી કરવાની પરંપરાગત ભારતીય વિધિ છે . હાલારી ગધેડાનું સંરક્ષણ ત્યારે જ થઈ શકે જ્યારે દરેક ગધેડા સંવર્ધકો પોતાના પરિવારમાં અપાર ખુશી અને આશા સાથે ખોલકાને આવકારે .
બાઈટ…મેઘીબેન ભરવાડ કોલકી
બાઈટ…ભુપતભાઈ ભરવાડ
બાઈટ…રમેશભાઈ ભટ્ટી.. સહજીવન  સંસ્થા
હરેશ ભાલીયા જેતપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *