Gujarat

એએમસીના પૂર્વ વિપક્ષના નેતા દિનેશ શર્મા ભાજપમાં જાેડાશે

અમદાવાદ
છેલ્લા પાંચ દિવસથી ભાજપમાં ભરતીમેળો ચાલી રહ્યો છે. કોંગ્રેસના પ્રવક્તા અને દિગ્ગજ નેતા જયરાજસિંહ પરમારે પણ કેસરિયો ખેસ ધારણ કર્યો છે. ભાજપમાં જાેડાયા બાદ જયરાજસિંહે કોંગ્રેસની આકરી ટીકાઓ કરી હતી. અત્યારસુધી ભાજપ વિરુદ્ધ બોલતા નેતા કોંગ્રેસની ઝાટકણી કાઢતાં અનેક તર્કવિતર્ક સર્જાયા હતા. જયરાજસિંહે ભાજપમાં જાેડાયા બાદ પત્રકારોને જણાવ્યું હતું કે હું ૧૪ વર્ષનો હતો ત્યારથી કોંગ્રેસની સેવા કરી રહ્યો છું. ત્યારે વિચારધારા શું હોય એ ખબર ન હતી. એનાં મૂલ્યો સાચવવાનો પ્રયાસ કર્યો છે. મને પાર્ટીની સિસ્ટમ સામે વિરોધ હતો, કોઈ વ્યક્તિગત સમસ્યા નહોતી. કોંગ્રેસની સિસ્ટમમાં જીતવાની શક્તિ મરી ગઈ છે. ત્યાં કાર્યકરોનું શોષણ થાય છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણી આગામી ડિસેમ્બરમાં યોજાય તેવી શક્યતાઓ છે તે અગાઉ કોંગ્રેસના જુના જાેગીઓ હવે ભાજપનો ખેસ ધારણ કરી રહ્યાં છે. છેલ્લા ૩૭ વર્ષથી કોંગ્રેસની સાથે રહીને ભાજપને ભાંડનાર જયરાજસિંહ પરમારે કેસરીયો ખેસ પહેર્યા બાદ અમદાવાદના પૂર્વ વિપક્ષના નેતા દિનેશ શર્માએ પણ બુધવારે કોંગ્રેસના પ્રભારીને વેપારી કહી પ્રદેશ પ્રમુખ પર આક્ષેપો કરીને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. હવે દિનેશ શર્માએ ભાજપના પક્ષ પ્રમુખ પાટીલ સાથેની મુલાકાતનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરીને ભાજપમાં જાેડાવાની જાહેરાત કરી દીધી છે. ‘હું દિનેશ શર્મા આજરોજથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદના પરથી રાજીનામું આપુ છું. અને કોંગ્રેસ પક્ષની તમામ જવાબદારી પરથી મુક્ત થઈ રહ્યો છું. હું છેલ્લાં ઘણાં સમયથી કોંગ્રેસ પક્ષની કાર્ય પ્રણાલીથી અને નિર્ણાયક શક્તિના અભાવે થઈ રહેલ રાજકીય નુકસાનને હવે સ્વમાનના ભોગે સહન કરી શકું તેમ નથી. હું અનેકવાર પક્ષને કુંભકર્ણ નિંદ્રામાંથી જગાડવા અને પક્ષના સંગઠનને મજબૂત કરવા ત્વરિત ર્નિણય શક્તિ બતાવવા માટે પક્ષને અનેક સકારાત્મક સૂચનો કરતો આવેલ છું. છતાં પણ પરિણામ શૂન્ય જ રહેતા આજે છેલ્લા વિકલ્પ તરીકે કોંગ્રેસ પક્ષને અલવિદા કહેવું જ યોગ્ય માનીને નવી દિશા અને માર્ગે આગળ વધી રહ્યો છું.’ દિનેશ શર્મા કોંગ્રેસની કાર્ય પ્રણાલીથી નારાજ હતાં. ત્યારે ૨૧મી ફેબ્રુઆરીએ પ્રિયંકા ગાંધીને ટેગ કરીને તેમણે પોતાની નારાજગી પણ વ્યક્ત કરી હતી. ગુજરાતમાં કોંગ્રેસનો આંતરિક ડખો અને રોષ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. ત્યારે અમદાવાદ કોર્પોરેશનના પૂર્વ વિપક્ષના નેતા દિનેશ શર્માએ સોશિયલ મીડિયા પર શાયરી પોસ્ટ કરીને કોંગ્રેસના નેતાઓ સામે નિશાન તાક્યું હતું. એક વર્ષ પહેલાં એએમસીના વિપક્ષના પદેથી દિનેશ શર્માએ રાજીનામું આપ્યું હતું. એ સમયે તેમણે કહ્યું હતું કે મેં પાર્ટીના હિતમાં સ્વૈચ્છિક રાજીનામું આપી દીધું છે. કોઈના કહેવાથી રાજીનામું આપવા માટે હું બંધાયેલો નથી. પાર્ટી હાઈકમાન્ડે મને નેતા બનાવ્યો હતો અને તેના કહેવાથી હું રાજીનામું આપું શકું છું, જેથી મેં આ રાજીનામું આપ્યું છે. કોઈના દબાણમાં આવીને રાજીનામું નથી આપ્યું.

Former-Leader-of-Opposition-Dinesh-Sharma.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *