મુંબઈ
‘રાધે શ્યામ’ એ તેના શાનદાર ટ્રેલરથી દર્શકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી લીધી છે. આવી સ્થિતિમાં હવે આ ફિલ્મનું પહેલું ગીત સામે આવ્યું છે. પ્રભાસ અને પૂજા હેગડે અભિનીત રાધે શ્યામમાં પ્રેમ અદભુત રીતે વર્ણવામાં આવ્યો છે. જેની દર્શકો આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. આ ફિલ્મ તેના શાનદાર ટ્રેલરથી પ્રેમનો અહેસાસ કરાવી ચૂકી છે. દર્શકોને આ ફિલ્મનું ગીત ‘આશિકી આ ગઈ’ પણ પસંદ આવ્યું છે. ગીતમાં પ્રભાસ અને પૂજા એકબીજાને મળતા નથી, પરંતુ બંનેના મળવાની આશા ચાહકોમાં વધુ સર્જનાત્મકતા પેદા કરી રહી છે. આ ગીતમાં પ્રભાસ અને પૂજા વચ્ચેની હ્રદયસ્પર્શી કેમિસ્ટ્રીની ઝલક જાેવા મળે છે. ગીતમાં તેમના ખભા રસ્તા પર એકબીજા સાથે અથડાતા બતાવવામાં આવ્યા છે. ગીતમાં પ્રારંભિક તબક્કામાં લવ બોન્ડિંગ જાેવા મળી રહ્યું છે. પ્રેમના દિવ્ય પ્રતીક તરીકે જાણીતા વરસાદમાં ગીતની ધૂનને જાગૃત કરવામાં વિશેષ ભૂમિકા ભજવી છે. આટલું જ નહીં, પ્રભાસની માદક આંખોમાં ઘણો પ્રેમ છે, જે તમને તેના પ્રેમના દિવાના પણ બનાવી દેશે. આ ગીતને અરમાન મલિકે પોતાનો સુંદર અવાજ આપ્યો છે. જ્યારે ગીતના શબ્દો રશ્મી વિરાગે લખ્યા છે. ગીતનું સંગીત અમાલ મલિકે ડિરેક્ટ કર્યું છે. યુવી ક્રિએશન્સ પ્રોડક્શનની ફિલ્મ રાધે શ્યામ ગુલશન કુમાર અને ટી-સિરીઝ દ્વારા પ્રસ્તુત છે. રાધા કૃષ્ણ કુમાર દ્વારા નિર્દેશિત અને કોટાગિરી વેંકટેશ્વર રાવ દ્વારા સંપાદિત થયું છે. આ ફિલ્મનું નિર્માણ ભૂષણ કુમાર, વંશી અને પ્રમોદ દ્વારા કરવામાં આવ્યું છે. ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. આવી સ્થિતિમાં આ ફિલ્મ ૧૧ માર્ચ ૨૦૨૨ના રોજ રીલિઝ થવા જઈ રહી છે. પ્રભાસ જલ્દી જ અમિતાભ બચ્ચન સાથે એક પ્રોજેક્ટમાં સાથે જાેવા મળશે. આ કારણે તે બિગ બી સાથેની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. અમિતાભ બચ્ચન સાઉથના સુપરસ્ટાર પ્રભાસ સાથે સાય-ફાઇ થ્રિલર કરી રહ્યા છે. તે દેશની સૌથી મોંઘી અને મોટા બજેટની ફિલ્મોમાંની એક ગણાય છે. પ્રભાસ અને અમિતાભ ઘણીવાર ફિલ્મના સેટ પર મળે છે અને સમય પસાર કરે છે.
