દરિયાઇ ખેડુઓ લડાયકમૂડમાં મામલતદાર કોડીનાર ખાતે આપ્યુ આવેદન
સ્થાનિક તંત્રને રજૂઆતો દ્વારા હલ નહિ આવે તો માછીમારો કોર્ટના દ્વાર ખખડાવશે
નાગરિક અધિકારોના રક્ષણ બાબતે માછીમારો અને સામાજિક કાર્યકર્તાઓ દ્વારા સરકારમાં રજૂઆત
ગિરગઢડા તા 1
ભરત ગંગદેવ…
ભારતના દરેક નાગરિકને જે અધિકારો મળ્યા છે તે અધિકારો છારા ગામના માછીમારોને પણ પ્રાપ્ત થયા છે તો આ આઝાદી થી આજ દિવસ સુધી આ નાગરિકો ગ્રામ પંચાયતના તમામ રેકર્ડમાં હોવા છતાં ! ભારતના મતદારો હોય તેમજ પુખ્ત આધારો ધરાવતા હોય છતાં ! માછીમારો તેમના વ્યવસાયના સાધનિક પુરાવાઓ ધરાવતા હોવા છતાં પણ કેવી રીતે નાગરિક સુવિધાઓથી વંચિત રહી ગયા કે પછી તેમને આ નાગરિક સુવિધાથી વંચીત રાખવામાં આવ્યા તે ખરેખર તપાસનો વિષય છે ! નથી પીવાનું પીવાલાયક પાણી કે નથી પાકા રસ્તાઓ ઝૂંપડામાં જિંદગી પસાર કરતાં દરિયા ખેડૂતો પાસે નથી કોઈ પાકા મકાનો અને વધુમાં આજે જયારે ભારત સરકાર વિશ્વભરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત કામગીરી માટે વિખ્યાત છે ત્યારે ઓધોગિક શહેર કોડીનારમા આ બંદર વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં કચરો જોવા મળે છે માત્ર એટલુ જ નહિ અહી તો આ વિસ્તાર કચરા નિકાલ માટે ગ્રામ પંચાયત માટે કચરા પેટી જેવો બની ગયો છે જેનો ભોગ બની રહ્યા છે આ નિર્દોષ માછીમારો ઉલ્લેખનીય છે કે મીડિયામાં આ વિસ્તારની હકીકતો વખતોવખત પ્રકાશિત થતી રહે છે અને તંત્રમાં તેમની રજૂઆતો પણ હોય છે આમ છતાં આજ દિવસ સુધી કોઈ જ તેમની દુખ અને વેદનની તપાસ કરવા કે તેમને આશ્વાસન આપવા કે સુવિધા ને નાગરિક અધિકાર આપવામાં નિષ્ફળ નીવડ્યા છે. શા માટે આવુ બની રહ્યુ છે કોની મેલી મુરાદ આ માછીમારો ને તેમના અધિકારો આપવામાં અટકાવી રહી છે ! શું મીડિયા દ્વારા જે ગ્રાઉન્ડ રિપોર્ટ સત્ય પ્રકાશિત કરવામાં આવ્યું છે તેમજ માછીમારો દ્વારા આજ રોજ આવેદન આપવામાં આવ્યું છે તે બાબતે કોઈ નિરાકરણ લાવવામાં આવશે કે કેમ ! ગુજરાત સરકાર આ બાબતે સંવેદશીલતા થી પગલાઓ ભરશે કે હજુ પણ આ ભારતીય નાગરિકોને તેમના મુળભુત નાગરિક અધિકારોથી વંચિત રાખવામાં આવશે તે જોવુ રહ્યુ….. આજ રોજ આવેદન આપવામાં આવ્યું છે તેની હકીકત આ અનુસાર છે. જેમાં મુખ્યત્વે સાત મુદાઓ સાથે સમસ્ત છારા ગામના બંદર વિસ્તારના માછીમારો દ્વારા આવેદન આપવામાં આવ્યું છે જેના મુદાઓ ટૂંકમા જોઈએ તો – છારા ગામના બંદર વિસ્તારની નજીક સીમર પોર્ટ પ્રાઈવેટ લિમિટેડ કંપની હોય તેઓ માછીમારોને રોજગાર સબબ અસર કરે છે તેમજ આ બાબતે તેમની હોડીઓ ની અટક કરે છે જેથી કંપની દ્વારા રોજગારી માટે આ સ્થાનિક રહેવાસીઓને તક આપવામાં આવે તથા તેમને તેમની પડતી આગવડતો અને અસુવિધાઓ માટે કાયદેસર વળતર આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી તેમજ આ બંદર વિસ્તારમાં પાકા રસ્તાઓ, મકાનો, વિજળી, શૌચાલય સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તથા ૧૦૦ થી વધુ બાળકો અહી છે તો તેના માટે શિક્ષણ સરળતાથી મેળવી શકે માટે શાળા અને આંગણવાડી નિર્માણ કરવામાં આવે સાથોસાથ માછીમારોના બાળકો માટે સીઝનલ હોસ્ટેલ નું નિર્માણ કરવામાં આવે, જાહેર શૌચાલય ની સગવડતા કરવામાં આવે તેમજ આજ દિવસ સુધી ગ્રામ પંચાયત દ્વારા કેમ આ ગરીબ લોકોને નાગરિક સુવિધાઓથી વંચિત રાખવામાં આવ્યા તે બાબતે ન્યાય મળે અને ન્યાયિક તપાસ કરવામાં આવે અને આ બાબતે ગંભીરતાથી પગલાઓ લેવામાં આવે તેવી માંગણીઓ છારા ગામના માછીમારો તેમજ કોડીનારના સામાજિક કાર્યકર્તાઓ , સંસ્થાઓ તેમજ સામાજિક કાર્યકર સાજિદ જેઠવા દ્વાર પણ ન્યાયિક ધોરણે માછીમારો ને પ્રાપ્ત નાગરિક અધિકારોનું રક્ષણ થાય તેવા આશયથી મીડિયાના માધ્યમથી સરકારમાં રજૂઆત કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન કેદ માછીમારો માટે એક તરફ રજૂઆતો સતત ચાલુ છે ત્યારે છારા ગામના માછીમારો દ્વારા દરિયા કિનારાનાં વિસ્તારમાં કંપની કેવી રીતે માછીમારો અને તેમના વ્યવસાયને પ્રભાવિત કરે છે તે હકીકત પ્રકાશિત કરી છે. હવે જોવુ રહ્યુ કે સિમર પોર્ટ પ્રાઈવેટ લિમિટેડ કંપની આ બાબતે કોઈ ન્યાયિક અને નાગરિક રક્ષણાત્મક પ્રવૃત્તિ હાથ ધરે છે કે પછી હકીકત અને સમસ્યા કાયમી ધોરણે દબાઇ જાય એવી કોઈ ઘટના બંને તે જોવુ રહ્યું વધુમાં કંપની અને ગ્રામજનો સાથે જે કરાર થયેલા છે તેમા સૌથી પ્રથમ અને નજીક આ બંદર વિસ્તારના માછીમારો નો હક્ક ઉપસ્થિત થાય છે તે બાબતે તંત્ર પગલાઓ ભરે છે કે કેમ ? અત્યાર સુધીમાં કેમ ગ્રામ પંચાયત દ્વારા આ વિસ્તારને નાગરિક સુવિધાઓ થી વંચિત રાખવામાં આવ્યો તે બાબતે યોગ્ય તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવે છે કે હજુ પણ આ દયનીય અને કપરી પરિસ્થિતિમાં આ લોકોને મજબૂરીમાં જીવન વ્યતીત કરવાનુ રહેશે તે પણ જોવુ રહ્યું સરકાર કે કંપની દ્વારા જો યોગ્ય નિરાકરણ ના લાવવામાં આવે અને ગ્રામ પંચાયત નાગરિક સુવિધા આપવામાં ઇનકાર કરે તો છારા ગામના બંદર વિસ્તારના લોકો કોર્ટના શરણે જશે આ બાબતે ટૂંક સમયમાં કાર્યવાહી કરવામાં આવશે તેમ માછીમારો અને સામાજિક કાર્યકર્તાઓ દ્વારા જણાવવામાં આવ્યું હતુ. વિકાસશીલ ગુજરાત રાજ્યની આ હકીકત અને તસ્વીરો ભયંકર અને ગંભીર સમસ્યા જ નહિ પણ દેશના નાગરિકોને વેરાઓ વસુલી કેવી રીતે નાગરિક સુવિધાઓથી વંચિત રાખવામાં આવે છે તે હકીકત લોકશાહીના ચોથા સ્થંભ સમાન મીડિયાના માધ્યમથી હકીકત અને તસ્વીરો પ્રકાશિત કરવામાં આવી રહી છે. હવે જોવુ એ રહ્યુ કે માછીમારોને ન્યાય મળે છે કે તેમને ન્યાય મેળવવા કોર્ટના શરણે જવું પડશે


