રીપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
ખેડા જિલ્લા આચાર્ય સંઘનું શૈક્ષ.વર્ષ-2021-22 નું શૈક્ષ.અને વહીવટી અધિવેશન સાસણગીર મુકામે સુખસાગર રિસોર્ટ ખાતે યોજાયું.અધિવેશન પ્રસંગે ચીફ ગેસ્ટ તરીકે પ્રિયવદન કોરાટ સાહેબ બોર્ડ મેમ્બરશાળા સંચાલક સંવર્ગ -ગુ.મા.અને ઉ.મા.શિક્ષણ બોર્ડ,ગાંધીનગર ઉપસ્થિત રહ્યા હતાં. મુખ્ય મહેમાન તરીકે મોરી સાહેબ,પ્રમુખ જૂનાગઢ આચાર્ય સંઘ તથા તન્ના સાહેબ હાજર રહી પથ દર્શન કરેલ.શૈલેશભાઈ રબારી તથા શ્રી પ્રદીપભાઈએ અધિવેશનના તજજ્ઞ વક્તા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.રજનીભાઈ પટેલ પ્રમુખ,ખેડા જિલ્લા આચાર્ય સંઘ તથા દિનેશભાઇ ભટ્ટે ઉપસ્થિત સર્વેને સંઘની કામગીરી વિશે માહિતગાર કર્યા હતાં. પ્રદીપભાઈ બ્રહ્મભટ્ટ સાહેબે રસાળ શૈલીમાં સબળ નેતૃત્વ વિશે આકર્ષક વક્તવ્ય આપી ઉપસ્થિત સર્વને અભિભૂત કર્યા હતાં.સુરેશભાઇ, શૈલેષભાઈ તથા ખેડા જિલ્લા આચાર્ય સંઘના સૌ હોદેદારોએ અધિવેશનને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. રજનીભાઈ પટેલ પ્રમુખ, તથા દિનેશભાઇ ભટ્ટ મહામંત્રી ખેડા જિલ્લા આચાર્ય સંઘે આ પ્રસંગે સૌનો આભારમાની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી


