ખીલાસરી અને લોખંડની ક્લિપ મળી ૬૦ કિલો લોખંડ ઉઠાવી ગયા
જેતપુરમાં નવાગઢ રોડ ચાલતી બાંધકામ સાઈટ પરથી સામાનની ચોરી થયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ તસ્કરો સેન્ટીંગના ખીલાસરી અને સેન્ટીંગ ક્લીપ મળી ૬૦ કિલો લોખંડ ઉઠાવી ગયા હતા.
જાણવા મળતી વિગત મુજબ જેતપુરમાં વડલી ચોકમાં નવા દરવાજા વિસ્તારમાં રહેતા અને સેન્ટીંગનું કામ કરતાં હિતેશભાઇ બેચરભાઇ વાઘેલા ( ઉ.વ .૩૨ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ,જેતપુરમાં નવાગઢ રોડ ઉપર આવેલા સુરજવાડીમાં વ્યંકટેશ એપાર્ટમેન્ટનું બાંધકામ ચાલુ કરવાનું હોવાથી સાઈટ ઉપર સાધનો રાખેલા છેદરમિયાન ગત તા .૯/૧ ના સવારે તપાસ કરતા સાઈટ ઉપર જઈ જોતા સેન્ટીંગના સામાનમાંથી ખીલાસરી કટકા તથા લોખંડના કડા ( કલીપ ) જે મળી કુલ ૬૦ કિલો લોખંડ જેની કિંમત.૩૫૦૦ થાય છે તે ગાયબ હતો દરમિયાન સુરજવાડીમાં રહેતો વિ બીજલભાઇ વાઘેલા અને તેના પરિવારની સ્ત્રીઓ મોટા બાંચકામાં લોખંડની વસ્તુઓ ભરીને જતા જોવામાં આવેલા જેથી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
હરેશ ભાલીયા જેતપુર.
