સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાનું પવિત્ર યાત્રાધામ ચોટીલા કાયમ શ્રદ્ધાળુઓના ઘોડાપુરથી ધમધમતું રહે છે. ત્યારે ચોટીલા ચામુંડા રોડ હાઇવે પોલીસ ચોકી પાસેના ગેટના પોપડા ઉખડી પડતા દોડધામ મચી જવા પામી હતી. આ ગોઝારી ઘટના સમયે સદનસીબે કોઈ રસ્તા પર ન હોવાથી જાનહાનિ ટળી હતી ચોટીલા તળેટી તરફ જવાના રસ્તા ઉપર આવેલા ગેટ પરથી પથ્થરની સિલિંગ તુટી પડતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ત્યારે લાગતા વળગતા તંત્ર દ્વારા વહેલી તકે ગેટનું સમારકામ નહીં કરવામાં આવે તો હજુ આ ગેટ તુટવાની સંભાવના સાથે મોટી દુર્ઘટના સર્જાવાનો ભય જાેવા મળી રહ્યો છે. ત્યારે ચોટીલા તળેટી તરફ જવાના રસ્તા ઉપર આવેલા ગેટ પરથી પથ્થરની સિલિંગ તુટી પડતા પગપાળા જતા લોકોમાં અને વાહનચાલકોમાં પળવાર માટે દોડધામ મચી જવા પામી હતી.ચોટીલાના ચામુંડા રોડ હાઇવે પરની પોલીસ ચોકી પાસેના ગેટના પોપડા ઉખડી પડતા દોડધામ મચી જવા પામી હતી. આ ઘટનામાં સદભાગ્યે જાનહાનિ ટળી હતી. ચોટીલા તળેટી તરફ જવાના રસ્તા ઉપર આવેલા ગેટ પરથી પથ્થરની સિલિંગ તુટી પડતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.


