આમ તો છોટાઉદેપુર જિલ્લામાં આ ડાયાલીસીસ સેન્ટર છેલ્લા ચાર વર્ષથી છે કાર્યરત,પરંતુ
રાજ્યના 31 ડાયાલીસીસ સેન્ટર નું આજે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા કરાયેલ ઇ લોકાર્પણમાં છોટાઉદેપુર ના ડાયાલીસીસ સેન્ટરનો પણ સમાવેશ કરાયો છે, ત્યારે ડાયાલીસીસ સેન્ટર ના લોકાર્પણ કાર્યક્રમમાં છોટાઉદેપુર ના સાંસદ ગીતાબેન રાઠવા ઉપસ્થિત રહયા હતા,છોટાઉદેપુરના હિમોડાયાલીસીસ સેન્ટરનો અત્યારસુધી 56 દર્દીઓએ લીધો છે લાભ,સાંસદ ગીતાબેન રાઠવા અને જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન દ્વારા નારિયેળ વધેરી અને રીબીન ખોલી વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું, સાંસદે ડાયાલીસીસ કરાવતા દર્દીઓના ખબર અંતર પૂછયા હતા.આ પ્રસંગે ઉપસ્થિત છોટાઉદેપુર જિલ્લા મુખ્ય આરોગ્ય અઘિકારી ડો મહેશ ચૌધરી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


