ગાંધીનગર
ગાંધીનગર જિલ્લા નિવાસી અધિક કલેક્ટરની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે જિલ્લા રમત-ગમત અધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી,જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પણ આ ખેલ મહાકુંભ અંગેની બેઠકમાં જાેડાયા હતા. ઉલ્લેખનીય છે કે ખેલ મહાકુંભમાં ચાલુ વર્ષે ૨૯ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં અંડર-૧૧, ૧૪, ૧૭ તેમજ ઓપન વયજુથ એમ કુલ ૪ (ચાર) વય જુથમાં સમાવેશ કરી સ્પર્ધાઓ યોજાશે. રાજયના યુવાઓને રમત ગમત ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા ગુજરાત રાજયના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ ૨૦૧૦માં ખેલ મહાકુંભની શરૂઆત કરી હતી. લોકોમાં રમતગમત પ્રત્યે જાગૃતિ કેળવાય, શારિરીક તદુંરસ્તી જળવાઈ રહે અને ભારતની રમતગમતની સંસ્કૃતિનો વિકાસ થાય તેવા શુભ આશયથી ખેલ મહાકુંભનું ગ્રામ્યકક્ષાથી રાજયકક્ષા સુધીની વિવિધ રમતગમત સ્પર્ધાઓનું આયોજન રાજય સરકાર દ્વારા પ્રતિ વર્ષ કરવામાં આવે છે. આ વર્ષે ખેલમહાકુંભનું આયોજન તા. ૧૪ માર્ચ, ૨૦૨૨થી તા. ૦૧ મે, ૨૦૨૨ દરમિયાન યોજાવાનું સંભવિત આયોજન થશે. ગાંધીનગર જિલ્લાના સંદર્ભમાં નિવાસી અધિક કલેક્ટરે જણાવ્યું હતું કે ખેલમહાકુંભમાં ભાગ લેવા માટે વેબસાઇટ ઃ ારીઙ્મદ્બટ્ઠરટ્ઠોદ્બહ્વર.ખ્તેદ્ઘટ્ઠટ્ઠિં.ર્ખ્તદૃ.ૈહ પરથી ખેલાડીઓ રજીસ્ટ્રેશન કરી શકે છે. ચાલુ વર્ષે પણ જિલ્લાના યુવાનો ઉત્સાહભેર રજીસ્ટ્રેશન કરાવે અને ખેલ મહાકુંભમાં ઉત્સાહભેર જાેડાય તે માટે અપીલ તેઓએ અપીલ કરી હતી. ખેલ મહાકુંભમાં ચાલુ વર્ષે ૨૯ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં અંડર-૧૧, ૧૪, ૧૭ તેમજ ઓપન વયજુથ એમ કુલ ચાર વય જુથમાં સમાવેશ કરી સ્પર્ધાઓ યોજાશે. ખેલ મહાકુંભનું તા. ૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૨ના રોજથી ખેલમહાકુંભનું રજીસ્ટ્રેશન શરૂ થઇ ગયું છે. ઉપરાંત વધુ માહિતી માટે જિલ્લા રમતગમત અધિકારીની કચેરી ગાંધીનગરનો પણ સંપર્ક કરી શકશે.
