Delhi

બીએપીએસ સંસ્થાએ ભારતીય વિદ્યાર્થીઓની મદદે પહોંચી

નવીદિલ્હી
રશિયાના સંક્રમણને કારણે ત્રસ્ત યુક્રેનમાંથી જીવ બચાવીને પોલેન્ડમાં આવી ચુકેલા ભારતીયોની સેવામાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના સ્વયંસેવકો દિવસ- રાત જાેડાઈ ગયા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દિવસ અગાઉ મધ્યરાત્રીએ પૂજય બ્રહ્મ વિહારી સ્વામીને ફોન કરીને યુક્રેન-પોલેન્ડની સરદહ પર ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની સંભાળ લેવા માટે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાને જણાવ્યું હતું, દરમિયાન સંસ્થાના આધ્યાત્મિક વડા પર પૂજય મહંત સ્વામી મહારાજના આર્શિવાદથી તાત્કાલિક ધોરણે ચક્રોગતિમાન કરીને બીએપીએસ સંસ્થાના યુરોપ સ્થિત સ્વયંસેવકો સરહદ પર અસરગ્રસ્તોની સેવામાં પહોંચી ગયા છે. પેરિસ અને સ્વિત્ઝર્લેન્ડથી સતત ૨૨ કલાકનું ડ્રાઈવ કરીને મોબાઈલ કિચન વાન સાથે બી.એ.પી.એસ.ના અગ્રણી સ્વયંસેવકો ચિરાગભાઈ ગોદીવાલા, શૈલેષભાઈ ભાવસાર તેમજ અન્ય સ્વયંસેવકો યુક્રેન-પોલેન્ડની સરહદ પાસેના રેસ્ઝો નગરમાં પહોંચીને અસરગ્રસ્તોની સેવામાં લાગી ગયા છે. સરેરાશ ૮૦૦ થી ૧૦૦૦ લોકોને શાકાહારી ગરમ ભોજન આપીને આ સ્વયંસેવકો તેમની આંતરડી ઠારી રહ્યા છે.કારમી ઠંડીમાં માઈન્સ ત્રણ- ચાર ડીગ્રી તાપમાનમાં દિવસોના દિવસો સુધી ચાલીને આવેલા ભારતીય વિદ્યાર્થીઓને અહીં ગરમ ભારતીય ભજન મળતાં તેઓ રાહતનો હાશકારો અનુભવે છે. કેટલાક વિદ્યાર્થીઓને અહીં ગરમ ભારતીય ભોજન મળતાં તેઓ રાહતનો હાશકારો અનુભવે છે. કેટલાલ વિદ્યાર્થીઓ પોતાનો સામાન ઉંચકીને એક દિવસમાં ૪૦-૫૦ કિલોમીટર અંતર ચાલીને અહીં પહોંચ્યા છે. તેમની આ દયનીય હાલત જાેઈને સંસ્થાને સ્વયંસેવકો પણ દ્રવિત થઈ જાય છે. સ્નેહપુર્વક ગરમ ભોજન અને હુંફ આપીને બી.એ.પી.એસના સ્વયંસેવકો તેમની નવી જિંદગી આપી રહ્યા છે. ભારત સરકાર વતી ભારતય રાજદુતાવાસે રેસ્ઝો શહેરની પ્રસિધ્ધ હોટલના કોન્ફરન્સ રૂમમાં અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને રહેવાની વ્યવસ્થા આપી છે. અહીં ભારતભરના બધી જ કોમ્યુનીટીના વિદ્યાર્થીઓને સમાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. બી.એ.પી.એસ. સંસ્થાના સ્વયંસેવકો તેમને આત્મિયતા પુર્વક મદદ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વિશ્વમાં જયારે જયારે પણ આવી પ્રાકૃતિક કે માનવસર્જિત આપત્તિઓ આવી પડે છે. ત્યારે આપત્તિગ્રસ્તોની સેવામાં મોખરે રહીને બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થાએ હંમેશા લોકોના આર્શિવાદ મેળવ્યા છે. વર્તમાન સમયે પણ પોલેન્ડ ખાતે ભારતીય વિદ્યાર્થીઓ સંસ્થાની આ ટાણાની સેવાથી રાહતનો અનુભવ કરીને સંસ્થાના સ્વયંસેવકોને હદયપુર્વક બિરદાવી રહ્યાં છે.રશિયા અને યુક્રેન વચ્ચે સતત વધી રહેલા તણાવને કારણે વાત ન્યૂક્લિયર વોર સુધી પહોંચી જતાં હવે વિદ્યાર્થીઓ પણ ખૂબ જ ગભરાયા છે અને પોતાનો જીવ બચાવવા માટે મરણિયા પ્રયાસો કરી રહ્યા છે. પોતાનો જીવ બચાવવા માટે પોલેન્ડ, રોમાનિયા જેવા બોર્ડરના દેશો પર પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે યુક્રેન પોલેન્ડ સરહદ પર બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના સ્વયંસેવકોએ લોકોની સેવા કરીને તેઓની આંતરડી ઠારી એક પુણ્યનું ભાથુ મેળવ્યું છે. થોડા દિવસ પહેલા મ્છઁજી ના સંસ્થાના મહારાજ સાથે વડાપ્રધાન મોદીએ ટેલિફોનિક વાતચીત કરી હતી અને સેવા માટે આગળ આવવા માટે અપીલ કરતા સંસ્થા કામે લાગી.જે આપણા માટે ગૌરવ લેવા માટે જેવી વાત છે.

BAPS-Organization-came-forward-in-Ukraine-for-service.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *