માણાવદરના જુના જીન પ્રેસમાં આવેલી ગેબનસા પીર અને બાલમશા પીર ની દરગાહમાં ઉર્ષની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા હતા માણાવદરના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં જુના જીન પ્રેસમાં ૧૫૦ વર્ષ જૂની ગેબનશાપીર તથા બાલમશા પીર ની દરગાહો આવેલી છે આ બંને દરગાહો નાના પીર અને મોટા પીર ના નામે ઓળખાય છે. જુના જીન પ્રેસમાં ગેબનશા પીર અને બાલમશા પીર ના ઉર્ષની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉર્ષ મુબારકમાં ધમાલ, ન્યાઝે સંદલવિધી જેવા કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. આ ઉર્ષ મુબારકમાં માણાવદર નગરપાલિકાના સદસ્ય નિર્મળસિંહ ચુડાસમા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
નવાઈની વાત તો એ છે કે દરગાહ ની સેવા હિન્દુ ભાવિ ભાવુભા ચુડાસમા કરી રહ્યા છે તેમને જણાવ્યું હતું કે ગેબનશા પીરની દરગાહ અને બાલમશા પીર ની દરગાહમાં કોમી એકતાના દર્શન થાય છે બંને દરગાહમાં મુસ્લિમ લોકો કરતાં પણ વધારે હિંદુ લોકો આવી રહ્યા છે માનવ માનવ થી અભડાઇ નાત-જાત અને વાડાબંધીમાં બંધાઈ દૂર થતો જાય છે ત્યારે આવી દરગાહો જ તેમને નજીક લાવવા અને કોમવાદ દૂર કરવામાં પ્રગટ પરચા સાથે મહત્વનો ભાગ ભજવી રહ્યા છે અને શ્રદ્ધા વિશ્વાસનું વાતાવરણ ઊભું કરી માનવતા પ્રસરાવી છે
તસવીર અહેવાલ
જીગ્નેશ પટેલ માણાવદર


