Gujarat

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે આંગડિયા પેઢીના કર્મચારી સાથે ૨૮ લાખની લૂંટ કરનાર આરોપી પકડી, રૂ. ૧૪ લાખ જપ્ત કર્યા

અમદાવાદ
શહેરમાં પાંજરાપોળ પાસે આંગડિયા પેઢીના કર્મચારીને ટાર્ગેટ કરી થયેલી લુંટનો ભેદ ઉકેલાયો છે. ક્રાઇમ બ્રાન્ચે અજય ઉર્ફે અજુબા ગાગડેકરની ધરપકડ કરી છે. જેની પાસેથી રોકડા ૧૪ લાખ રૂપિયા ક્રાઇમ બ્રાન્ચે કબ્જે કર્યા છે. ૨૪ ફેબ્રુઆરીના રોજ આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી ગાડીનો અકસ્માત કર્યાનું બહાનું કરી રૂપિયા ૨૮ લાખની લુંટને અંજામ આપ્યો હતો. જે ગુનામાં અજય ગાગડેકરની ધરપકડ કરી ગુનામાં ફરાર અન્ય બે આરોપીની શોધખોળ હાથ ધરી છે. અઠવાડિયા પહેલા એલિસબ્રિજ વિસ્તારમાં થયેલી આંગડિયા લૂંટનો ભેદ ઉકેલાયો છે. ક્રાઈમ બ્રાંચે ૧૪ લાખ રોકડ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. જાેકે પુછપરછમાં ખુલાસો થયો કે અન્ય રાજ્યોમાંથી આરોપી બોલાવી લૂંટને અંજામ અપાયો હતો, જેથી પોલીસની ટીમો અન્ય રાજ્યમાં તપાસ કરી રહી છે. લૂંટ માટે જલગાંવથી અજય નામના આરોપી અને તેના બે સાગરીતને બોલાવી લુંટને અંજામ આપ્યો હતો. સાથે જ ગુનો કરવા માટે બાઈક પણ જલગાંવથી આરોપી લાવ્યા હોવાનું સામે આવ્યુ છે. ઝડપાયેલા આરોપી અજુબા એ કબુલાત કરી છે કે લુંટની રકમમાંથી ૧૪ લાખ તેને મળ્યા હતા, જાેકે અન્ય ૧૪ લાખ જલગાંવના આરોપી સાથે લઈ ગયા છે. જેને ઝડપી લેવા અન્ય ૩ ટીમો કાર્યરત છે. આંગડિયા લૂંટના ગુનામાં ઝડપાયેલ આરોપ અજુબાના ગુનાહીત ઈતિહાસની તપાસ કરતા સોલા, એલિસબ્રિજ સહિત ૬ જેટલી લુંટ અને ગંભીર ગુનાને અંજામ આપ્યો છે. જેથી પોલીસે આરોપીની અન્ય ગુના અંગે તપાસ હાથ ધરી છે. ત્યારે પોલીસને શંકા છે કે જલગાંવની ગેંગ ઝડપાયા બાદ અન્ય ગુનાનો પણ ભેદ ઉકેલાશે.

fraud.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *